પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની મધુર વાણીમાં હિન્દીમાં કથા શ્રવણ, વિવિધ ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભગવાન રાધા-કૃષ્ણની આરાધના

શ્રી રાધા કૃષ્ણ મંદિર અને ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિએશન દ્વારા મંદિરની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે એક વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક રજત જયંતીને યાદગાર બનાવવા માટે આધ્યાત્મિક જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે.

૫ જૂન થી ૧૧ જૂન ૨૦૨૬ દરમિયાન હિન્દી ભાષામાં ‘શ્રીમદ ભાગવત કથા’નું રસપાન

વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા તા. ૫ જૂન થી 11 જૂન 2026 દરમિયાન હિન્દી ભાષામાં ‘શ્રીમદ ભાગવત કથા’નું રસપાન કરાવશે. ભાઈશ્રીની પ્રેરણાદાયી વાણીનો લાભ લેવા માટે સમગ્ર ન્યુઝીલેન્ડના ભાવિક ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બે દિવસીય ભવ્ય ૨૫મો પાટોત્સવ

કથાની પૂર્ણાહુતિ બાદ, શનિવાર 13 જૂન અને રવિવાર 14 જૂન 2026ના રોજ મંદિરનો ૨૫મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભગવાન રાધા-કૃષ્ણની આરાધના કરવામાં આવશે.

મહાત્મા ગાંધી સેન્ટર ખાતે ભક્તિનો સમન્વય

આ તમામ મંગલમય કાર્યક્રમો ઓકલેન્ડના એડન ટેરેસ સ્થિત મહાત્મા ગાંધી સેન્ટર અને રાધા કૃષ્ણ મંદિર ખાતે યોજાશે. આયોજકો દ્વારા ભક્તો માટે સુચારુ વ્યવસ્થા અને સુવિધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Ramesh OZA, Katha, Auckland, New Zealand, Radha Krishna Temple, Silver Jubilee Celebration,