હિન્દીમાં બોલતી વખતે સાવધાની રાખવાથી મેળવ્યો આપોઆપ છૂટકારો

પુનમ માડમે કહ્યું કે, નેશનલ ન્યૂઝ ગુજરાતીનું હિન્દીમાં અનુવાદ કરી લે

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઘણીવાર હિન્દીમાં ભાષણ કે નિવેદન આપતા હાસ્યાસ્પદ બન્યા હતા અને સોશ્યલ મીડિયામાં તેમની મજાક પણ ઉડાડાઈ હતું. જોકે રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી પેહલા જ પાળ બાંધી દીધી છે. તેમણે મીડિયાને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ હિન્દીમાં કોઇ નિવેદન નહીં આપે.
જામનગરમાં ધોધમાર વરસાદથી તારાજી સર્જાઇ હતી. તેથી તેમણે જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારોની મૂલાકાત લીધી હતી અને આ મુલાકાત બાદ તેમણે જામનગરમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જે દરમિયાન તેમણે ગુજરાતીમાં જ બોલવાનો આગ્રહ રાખ્યો હતો.
પત્રકાર પરિષદમાં ગુજરાતીમાં જ જવાબ આપ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ જામનગર ખાતેની પત્રકાર પરિષદમાં ગુજરાતીમાં જ સંબોધન કર્યું હતું જોકે હિન્દી પત્રકારોએ હિન્દીમાં નિવેદન આપવાનો આગ્રહ રાખ્યો. તેમણે કહ્યું કે નેશનલ ચેનલમાં હિન્દી ત્રાંસ્લેટ કરીને ચલાવી દેજો.