જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ મોહમ્મદ શફી નામના નાગરિકની ગોળી મારીને હત્યા કરી દીધી છે.
મૃતક નિવૃત્ત પોલીસ અધિકારી હતા અને તેઓ મસ્જિદમાં નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારેજ આતંકવાદીઓએ તેમને ગોળી મારી દીધી હતી.
આ ઘટના બારામુલ્લા જિલ્લાના જેન્ટમૂલા વિસ્તારમાં બની હતી. મૃતકનું નામ મોહમ્મદ શફી છે.
સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “આતંકવાદીઓએ નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ શફી, જેન્ટમુલ્લા (શિરી બારામુલ્લા)માં ગોળી મારીને હત્યા કરી હતી જ્યારે તેઓ મસ્જિદમાં નમાઝ પઢતા હતા. વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.”

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે અને ગત,તા. 21 ડિસેમ્બરે રાજૌરીમાં આતંકવાદીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો અને પાંચ જવાનો શહીદ થયા હતા. 23 ડિસેમ્બરે પણ આતંકવાદીઓએ અખનૂરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરીને એક આતંકવાદીને ઠાર માર્યો હતો.
આમ,આતંકીઓએ ફરી ઉપાડો લેતા સેનાના જવાનો દ્વારા સધન કાર્યવાહી કરવામાં આવી રહી છે.