1 બાળક ધરાવતા પરિવાર માટે વાર્ષિક આવક આશરે $89,000 સુધી, 2 બાળકો માટે $112,000 અને 3 બાળકો ધરાવતા પરિવારો માટે $135,000 સુધીની મર્યાદા
ન્યૂઝીલેન્ડ સરકારે આસમાને પહોંચેલા પેટ્રોલના ભાવથી સામાન્ય જનતાને બચાવવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાણામંત્રી નિકોલા વિલિસે મંગળવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આશરે 150,000 પરિવારોને ‘ઇન-વર્ક ટેક્સ ક્રેડિટ’ (IWTC) દ્વારા દર અઠવાડિયે વધારાના $50 આપવામાં આવશે. આ સહાય સીધી લોકોના બેંક ખાતામાં જમા થશે. જે લોકો સાપ્તાહિક પગાર મેળવે છે તેમને 7 April થી અને જેઓ પખવાડિક પગાર મેળવે છે તેમને 14 April થી આ રકમ મળવાનું શરૂ થઈ જશે.
કોને મળશે આ $50ની સહાય?
આ સહાય ખાસ કરીને એવા મધ્યમ અને ઓછી આવક ધરાવતા કામદાર પરિવારો માટે છે જેમના ઘરે આશ્રિત બાળકો છે. નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ યોજનાનો લાભ માત્ર નોકરી કરતા વાલીઓને જ મળશે. તેમાં સરકારી બેનિફિટ મેળવતા લોકો, નિવૃત્ત લોકો (Superannuitants) અથવા જેમને બાળકો નથી તેવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને જણાવ્યું હતું કે, કામ કરતા પરિવારોએ રોજ નોકરી પર આવવા-જવા માટે પેટ્રોલનો ખર્ચ કરવો પડે છે, જ્યારે બેનિફિટ મેળવનારાઓ પર આવો કોઈ વધારાનો બોજ હોતો નથી.
Most Viewed Posts
- AEWV : સપનાની રાખ અને હકીકતની આંચ: ન્યુઝીલેન્ડમાં એક કુશળ શેફની કરુણ ગાથા
- ઓસ્ટ્રેલિયામાં OCI અરજદારો માટે મોટા સમાચાર
- ન્યુઝીલેન્ડમાં પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી: બાળકોએ સપ્તઋષિ અને સપ્ત ચિરંજીવીના જીવનબોધને વાચા આપી
- Fuel Packageનું એલાન: 1.40 લાખ પરિવારોને દર અઠવાડિયે મળશે $50ની વધારાની સહાય
- ઓકલેન્ડના Papatoetoeમાં વંશીય દ્વેષ: શાળાની બહાર ‘ભારતીયોને મારી નાખો’ તેવો વિવાદાસ્પદ સંદેશ લખાયો
આવકની મર્યાદા અને પાત્રતાના ધોરણો
ચાલુ નાણાકીય વર્ષ માટે આ સહાય મેળવવા માટે સરકાર દ્વારા અમુક આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. 1 બાળક ધરાવતા પરિવાર માટે વાર્ષિક આવક આશરે $89,000 સુધી, 2 બાળકો માટે $112,000 અને 3 બાળકો ધરાવતા પરિવારો માટે $135,000 સુધીની મર્યાદા રાખવામાં આવી છે. આ સહાય તેવા જ પરિવારોને મળશે જેઓ સખત મહેનત કરે છે પરંતુ તેમની આવક મર્યાદિત છે. નાણામંત્રીએ ઉમેર્યું હતું કે, કોવિડ પછી વધેલા સરકારી દેવાને કારણે સરકાર દરેક વ્યક્તિને મદદ કરી શકે તેમ નથી, તેથી આ મદદ માત્ર સૌથી વધુ જરૂરિયાતમંદ પરિવારોને જ ટાર્ગેટ કરીને આપવામાં આવી રહી છે.
સહાય મેળવવાની રીત અને સમયગાળો
જે પરિવારો અત્યારે ‘ઇન-વર્ક ટેક્સ ક્રેડિટ’ (IWTC) મેળવી રહ્યા છે, તેમણે આ રકમ મેળવવા માટે કંઈ જ કરવાની જરૂર નથી. ઈનલેન્ડ રેવન્યુ (Inland Revenue) ઓટોમેટિક રીતે આ વધારો તેમના ખાતામાં જમા કરી દેશે. જો કોઈ પરિવારને લાગતું હોય કે તેઓ આ માટે પાત્ર છે પરંતુ અત્યારે લાભ નથી લઈ રહ્યા, તો તેમણે ઈનલેન્ડ રેવન્યુનો સંપર્ક કરવો પડશે. આ એક હંગામી સહાય છે જે 1 વર્ષ સુધી અથવા જ્યાં સુધી 91 ઓક્ટેન પેટ્રોલનો ભાવ સતત 4 અઠવાડિયા સુધી પ્રતિ લિટર $3 થી નીચે ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.