પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી, સ્થાનિક રહેવાસી માં ડરનો માહોલ

દક્ષિણ ઓકલેન્ડના પાપાટોયટોય (Papatoetoe) પરામાં શનિવાર, ૧૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. પાપાટોયટોય સેન્ટ્રલ સ્કૂલના ગેટ પાસે જમીન પર લાલ રંગના સ્પ્રે પેઇન્ટથી “Kill All Indian” (તમામ ભારતીયોને મારી નાખો) તેવો ધમકીભર્યો અને વંશીય દ્વેષપૂર્ણ સંદેશ લખવામાં આવ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ આ જોતા જ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને બાદમાં આ સંદેશ પર પેઇન્ટ ફેરવી તેને ભૂંસી નાખવામાં આવ્યો હતો.
સ્થાનિક સમુદાયમાં ચિંતા અને આક્રોશસ્થાનિક ઉદ્યોગપતિ અને ‘પાપાટોયટોય ઓટારા એક્શન ટીમ’ (POAT) ના સભ્ય કુણાલ ભલ્લાએ જણાવ્યું કે, એક મહિલાએ આ જોતા જ ફોટો પાડીને જાણ કરી હતી. ૧૮૫૭માં સ્થપાયેલી આ ઐતિહાસિક શાળામાં અભ્યાસ કરતા દર ૫ માંથી ૩ વિદ્યાર્થીઓ ભારતીય મૂળના છે. આ પ્રકારની ધમકીથી વાલીઓ અને બાળકોમાં ભયનો માહોલ છે. પોલીસે સમુદાયના અગ્રણીઓને ખાતરી આપી છે કે તેઓ આ મામલે સક્રિયપણે તપાસ કરી રહ્યા છે.