વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે તા.19 એપ્રિલે ચુંટણીના મહાપર્વમાં દેશભરના મતદારોને તેમના મતનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.

તેમણે લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા અપીલ કરી હતી. દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.

પીએમ મોદીએ કહ્યું, “લોકશાહીનો સૌથી મોટો તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે.
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન છે.
હું આ તમામ બેઠકોના મતદાતાઓ અને મારા યુવા મિત્રોને અપીલ કરું છું કે તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે.
તેઓએ દરેકને કહ્યું કે તેઓનો મત મૂલ્યવાન છે અને અવાજ મહત્વપૂર્ણ છે.”જેનો ઉપયોગ કરવા આહવાન કર્યું છે