અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના હાર્ટફોર્ડ શહેરમાં વધુ બે ભારતીય વિદ્યાર્થીઓના રહસ્યમય સંજોગોમાં મોત થઈ જતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે.
બંને વિદ્યાર્થીઓ હજુતો ગયા મહિને 28 ડિસેમ્બરે જ અમેરિકા અભ્યાસ કરવા પહોંચ્યા હતા અને માત્ર 16 દિવસ બાદ પરિવારજનોને તેમના મૃત્યુના સમાચાર મળતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક બંને વિદ્યાર્થીઓની ઓળખ થઈ ગઈ છે. તેમાંથી એકનું નામ ગટ્ટુ દિનેશ છે, જેની ઉંમર 22 વર્ષ છે. તે તેલંગાણાના વાનપર્થી જિલ્લાનો રહેવાસી હતો. બીજા વિદ્યાર્થીનું નામ નિકેશ છે, જે 21 વર્ષનો છે અને તેલંગાણાના શ્રીકાકુલમ જિલ્લાનો રહેવાસી હતો.
અમેરિકામાં મૃતક મળી આવેલા બંને ભારતીય વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટરનો હાર્ટફોર્ડની યુનિવર્સિટી ઓફ સેક્રેડ હાર્ટમાં અભ્યાસ કરતા હતા.

મૃતક ગટ્ટુ દિનેશના મામા સાઈનાથે તેમના વતન વનાપાર્ટીમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમને કનેક્ટિકટ પોલીસ પાસેથી માહિતી મળી હતી કે બંને વિદ્યાર્થીઓ તેમના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પરિવારને આ વાતની જાણ થતાં તેઓ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે અને હવે શું કરવું તેની સૂઝ નહોતી પડતી.

પીડિતા ગટ્ટુ દિનેશના મામા સાઈનાથે પત્રકારોને જણાવ્યું કે તેઓ બંને જમ્યા પછી તેમના રૂમમાં પાછા ફર્યા હતા તેઓ રાત્રે સૂઈ ગયા હતા.
બીજા દિવસે સવારે જ્યારે તેના મિત્રોએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ કોઈપણ રીતે જવાબ આપતા ન હતા. આ પછી મિત્રોએ પોલીસને ફોન કર્યો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. તેઓ મૃતદેહોને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આમ,વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓના રહસ્યમય થઈ રહેલા મોત મામલે વાલીઓ ચિંતિત બની ગયા છે.