અમેરિકાના કેલિફોર્નિયામાં ગોલ્ડી બ્રારની હત્યા થઈ હોવાના અહેવાલોનું યુએસ પોલીસે ખંડન કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબારમાં એક આફ્રિકન વ્યક્તિનું મોત થયું હતું જે બિલકુલ ગોલ્ડી બ્રાર જેવો દેખાતો હોવાથી ખોટી અફવા ફેલાઈ હતી.
મળતી માહિતી મુજબ જે સમયે આ ઘટના બની તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક પંજાબી વ્યક્તિએ ગોલ્ડી બ્રારની હત્યાના સમાચાર ફેલાવ્યા હોવાની વાત સામે આવી છે.
પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ અને ભારતના મોસ્ટ વોન્ટેડ ગોલ્ડી બ્રાર પર
મંગળવારે સાંજે અમેરિકાના કેલિફોર્નિયાના ફેરમોન્ટ અને હોલ્ટ એવન્યુમાં હુમલો કરવામાં આવ્યો જેમાં તેનું મોત થયું હોવાના સમાચાર ભારત સહિત દુનિયાભરમાં ફેંલાઇ ગયા હતા.
જો કે, કેલિફોર્નિયાના ફ્રેસ્નો પોલીસ વિભાગે બુધવારે આ અહેવાલોને નકારી કાઢ્યા છે. ગોલ્ડી બ્રારની હત્યા અંગે લેફ્ટનન્ટ વિલિયમ જે. એક પ્રશ્નના જવાબમાં ડૂલેએ એક ઈમેલ સ્ટેટમેન્ટમાં કહ્યું, ‘જો તમે ઓનલાઈન ચેટને કારણે દાવો કરી રહ્યાં છો કે મૃતક ગોલ્ડી બ્રાર છે, તો અમે ખાતરી પૂર્વક કહી શકીએ છીએ કે આ બિલકુલ સાચું નથી.’
આમ,પોલીસે ગોલ્ડી બ્રારની હત્યાના સમાચારને ખોટા ગણાવ્યા હતા.