નેસ્લેએ પ્રદૂષણની આશંકાએ સ્પેશિયલ ફોર્મ્યુલા પરત ખેંચ્યો, ઝેરી તત્વની હાજરીથી બીમારીનું જોખમ; ફાર્મસી અને ઓનલાઇન ખરીદનારા ગ્રાહકોને પ્રોડક્ટ પરત કરવા સૂચના

ઓસ્ટ્રેલિયા/ન્યુઝીલેન્ડ: નેસ્લે ઓસ્ટ્રેલિયા લિમિટેડ દ્વારા બાળકો માટેના ચોક્કસ ઇન્ફન્ટ ફોર્મ્યુલા (0-12 months) પાછા ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોડક્ટ દેશભરની ફાર્મસીઓ, હોસ્પિટલો અને ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાણ માટે ઉપલબ્ધ હતી. આ રિકોલ માત્ર નીચે દર્શાવેલી તારીખો અને બેચ નંબર ધરાવતી પ્રોડક્ટ્સને જ લાગુ પડે છે.

રિકોલ કરવામાં આવેલી પ્રોડક્ટ્સની વિગતો:

તમારા ડબ્બાના નીચેના ભાગમાં ‘Use by date’ અને ‘Batch number’ તપાસો:

  • Use by date 17.04.2027: બેચ નંબર 51070017Y2
  • Use by date 18.04.2027: બેચ નંબર 51080017Y1
  • Use by date 28.05.2027: બેચ નંબર 51480017Y3
  • Use by date 29.05.2027: બેચ નંબર 51490017Y1
  • Use by date 22.07.2027: બેચ નંબર 52030017Y1

મુખ્ય સમસ્યા અને સ્વાસ્થ્ય જોખમ આ રિકોલનું કારણ પ્રોડક્ટમાં ‘Cereulide’ નામના ઝેરી તત્વ (Toxin) ની સંભવિત હાજરી છે. આ તત્વ ‘Bacillus cereus’ નામના સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થાય છે. જો આ તત્વ ધરાવતી પ્રોડક્ટનું સેવન કરવામાં આવે તો બાળક ગંભીર રીતે બીમાર પડી શકે છે અથવા શારીરિક ઈજા થવાની શક્યતા રહેલી છે.

ગ્રાહકોએ શું કરવું?

  • ઉપયોગ ન કરવો: જો તમારી પાસે અસરગ્રસ્ત બેચની પ્રોડક્ટ હોય, તો તેનો ઉપયોગ તાત્કાલિક બંધ કરો.
  • પૂરેપૂરું રિફંડ: ગ્રાહકોએ આ પ્રોડક્ટ જ્યાંથી ખરીદી હોય તે સ્થળે પરત કરી પૂરેપૂરું રિફંડ મેળવી લેવું.
  • તબીબી સલાહ: જે બાળકોએ આ પ્રોડક્ટનું સેવન કર્યું હોય અને જો તેમના સ્વાસ્થ્ય વિશે કોઈ ચિંતા જણાય, તો તુરંત તબીબી સલાહ લેવી.

વધુ માહિતી માટે ગ્રાહકો નેસ્લે ઓસ્ટ્રેલિયાના હેલ્પલાઇન નંબર 1800 152 126 પર સંપર્ક કરી શકે છે.