તમિલનાડુમાં વિજયની પાર્ટીનો ધમાકેદાર પ્રવેશ, અસામમાં ભાજપની હેટ્રિકના સંકેત; કેરળમાં સત્તા પરિવર્તનની શક્યતા અને પુડુચેરીમાં NDA મજબૂત

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી 2026 ના એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે, જેમાં તમિલનાડુમાં મોટો ઉલટફેર અને બંગાળમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા ભાજપ માટે ખુશખબર લાવ્યા છે. તમામ મોટા સર્વેમાં મમતા બેનર્જીની પાર્ટી TMC હારતી અને ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે.

આ વખતે બંગાળમાં દીદીનો ‘ખેલા’ ફ્લોપ જતો દેખાઈ રહ્યો છે અને મોદીનો ‘કમળ’ જોરદાર જીત સાથે ખીલતો જોવા મળી રહ્યો છે. પ્રારંભિક એક્ઝિટ પોલના ટ્રેન્ડ બંગાળમાં સત્તા પરિવર્તન તરફ ઈશારો કરી રહ્યા છે, જેમાં ભાજપ શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને કારમી હાર આપીને 294 સભ્યોની વિધાનસભામાં સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવતું દેખાઈ રહ્યું છે.

પાંચ રાજ્યોના એક્ઝિટ પોલનું સંભવિત પરિણામ

રાજ્ય (કુલ બેઠકો)ગઠબંધન / પક્ષઅંદાજિત બેઠકો (એક્ઝિટ પોલ મુજબ)
તમિલનાડુ (234)TVK (વિજય)98 – 120
DMK+92 – 110
AIADMK22 – 32
પશ્ચિમ બંગાળ (294)BJP146 – 175 (વિવિધ એજન્સી મુજબ)
TMC118 – 140 (વિવિધ એજન્સી મુજબ)
અસામ (126)NDA (BJP+)88 – 100
કોંગ્રેસ24 – 36
કેરળ (140)UDF (કોંગ્રેસ+)78 – 90
LDF (ડાબેરી)49 – 62
પુડુચેરી (30)NDA16 – 20
INDIA Block6 – 8

રાજ્યવાર વિશ્લેષણ:

  • તમિલનાડુમાં મોટો ફેરબદલ: એક્સિસ માય ઇન્ડિયાના સર્વે મુજબ, અભિનેતા વિજયની પાર્ટી ‘તમિઝગા વેત્રી કડગમ’ (TVK) 98 થી 120 બેઠકો જીતીને સૌથી મોટી તાકાત બની શકે છે. સત્તાધારી DMK 92 થી 110 બેઠકો સાથે કડી સ્પર્ધામાં છે, જ્યારે AIADMK ફેંકાઈ જતી જણાય છે.
  • બંગાળમાં કમળની લહેર: પશ્ચિમ બંગાળમાં ‘મેટ્રિઝ’ અને ‘પી-માર્ક’ જેવા એક્ઝિટ પોલ ભાજપને બહુમતી (148 બેઠક) થી વધુ એટલે કે 150 થી 175 બેઠકો આપી રહ્યા છે, જે મમતા બેનર્જી માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. જોકે, પીપુલ્સ પલ્સ મુજબ હજુ પણ TMC આગળ છે.
  • અસામમાં ફરી ભાજપ સરકાર: અસામમાં ભાજપના નેતૃત્વ હેઠળનું NDA ગઠબંધન 88 થી 100 બેઠકો સાથે સતત ત્રીજી વખત સત્તામાં પરત ફરી રહ્યું હોય તેવું જણાય છે.
  • કેરળમાં સત્તા પરિવર્તન: કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું UDF ગઠબંધન 78 થી 90 બેઠકો સાથે સત્તામાં વાપસી કરી શકે છે, જ્યારે ડાબેરી ગઠબંધન (LDF) ને મોટું નુકસાન થવાની સંભાવના છે. જોકે, મુખ્યમંત્રી તરીકે હજુ પણ 33% લોકોની પસંદ પિનરાઈ વિજયન છે.
  • પુડુચેરીમાં NDA મજબૂત: પુડુચેરીમાં NDA ગઠબંધન 16 થી 20 બેઠકો જીતીને ફરીથી સત્તા સ્થાપે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

આ એક્ઝિટ પોલના આંકડાઓ છે, જ્યારે સાચું અને અંતિમ પરિણામ ચૂંટણી પંચની સત્તાવાર મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે.