સરકારે જાહેર કર્યા લેટેસ્ટ આંકડા; વડાપ્રધાન લક્સને કહ્યું – “હાલ ચિંતાનું કોઈ કારણ નથી, સ્થિતિ સામાન્ય છે.”, પેટ્રોલનો 59 અને ડીઝલનો 54 દિવસનો પુરવઠો ઉપલબ્ધ

તાજેતરના આંકડાઓ મુજબ ન્યુઝીલેન્ડમાં ઇંધણના સ્ટોકમાં વધારો જોવા મળ્યો છે. સોમવારે બપોરે મંત્રાલય (MBIE) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સુરક્ષિત સ્તરે છે. વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને જણાવ્યું છે કે હાલમાં સ્થિતિ “સામાન્ય” છે. જ્યાં સુધી નેશનલ ફ્યુઅલ પ્લાનના Phase 1 અને 2 અસરકારક રહેશે, ત્યાં સુધી લોકોએ ગભરાવાની કે Phase 3 અને 4 વિશે ચિંતા કરવાની જરૂર નથી. ઈંધણ આયાતકારો સાથે સરકાર સતત સંપર્કમાં છે અને અત્યાર સુધી કોઈ ઓર્ડર રદ થયા નથી.

ઇંધણનો પ્રકારકુલ સ્ટોક (દિવસોમાં)દેશની અંદર (In-country)દરિયામાં (EEZ ની અંદર)દરિયામાં (EEZ ની બહાર)
પેટ્રોલ59.329.912.518.9
ડીઝલ54.521.76.126.7
જેટ ફ્યુઅલ50.425.32.023.1

ન્યુઝીલેન્ડ પાસે હાલમાં પૂરતી સુરક્ષા છે અને રસ્તામાં રહેલા 10 જેટલા જહાજો આગામી દિવસોમાં પુરવઠો વધુ મજબૂત બનાવશે.

કયા સંજોગોમાં એલર્ટ લેવલ બદલાશે?

સરકાર નીચેના માપદંડોના આધારે ફ્યુઅલ પ્લાનના તબક્કા બદલવાનો નિર્ણય લેશે:

  • જો સ્ટોકમાં 3 દિવસ કે તેથી વધુનો મોટો ઘટાડો થાય.
  • જો કોઈ ઈંધણ કંપની ભવિષ્યના ઓર્ડર પૂરા કરવામાં અસમર્થતા દર્શાવે.
  • જો ઓસ્ટ્રેલિયાની ઈંધણ નીતિમાં કોઈ મોટો ફેરફાર આવે.
  • જો આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસ પર પ્રતિબંધો લાદવામાં આવે.