ધોની આઈપીએલ 2021ના પ્રથમ તબક્કામાં મુંબઈ ઈન્ડિયન્સ સામે મળેલી હારનો બદલો લેવા પ્રયાસ કરશે.

ધોની અને રોહિત શર્મા વચ્ચે જામશે જંગ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
આઈપીએલ 2021ના બીજા તબક્કાનો આવતીકાલે રવિવારથી દુબઈમાં પ્રારંભ થશે. આઈપીએલ-2ની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે યોજાશે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં સૌથી વધુ પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. બીજીતરફ હશે વિશ્વના સૌથી સફળ કેપ્ટન ગણાતા એમ એસ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ. ધોની આઈપીએલ 2021ના પ્રથમ તબક્કામાં મુંબઈ ઈન્ડિયન્સ સામે મળેલી હારનો બદલો લેવા પ્રયાસ કરશે.

આઈપીએલ પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો અત્યાર સુધી બન્ને ટીમો ટોપ ફોરમાં છે. ચેન્નાઈ સાતમાંથી પાંચ મેચ જીતીને 10 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ સાતમાંથી ચાર મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. બન્ને ટીમોની નેટ રનરેટ પ્લસમાં છે. ચેન્નાઈની નેટ રન રેટ +1.263 છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની નેટ રન રેટ +0.062 છે.