હૈદરાબાદની કપ્તાની ઈશાન કિશન સંભાળશે, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ જેવા દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ફિટનેસના કારણે બહાર; લખનૌ અને કોલકાતાની મુશ્કેલીઓ વધી

નવી દિલ્હી | ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝન આગામી 28 March થી શરૂ થઈ રહી છે. જોકે, લીગની શરૂઆત પહેલા જ ખેલાડીઓની ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટને કારણે ફ્રેન્ચાઈઝીઓ ચિંતામાં મુકાઈ છે. અહેવાલો અનુસાર, શરૂઆતની કેટલીક મેચોમાં કુલ 9 વિદેશી ખેલાડીઓ રમી શકશે નહીં, જેમાં 4 દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો સમાવેશ થાય છે.

ટીમ વાઈઝ ગેરહાજર ખેલાડીઓની યાદી:

ટીમખેલાડી (દેશ)કારણ
SRHપેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા)ફિટનેસ સમસ્યા (ઈશાન કિશન કેપ્ટન બનશે)
RCBજોશ હેઝલવુડ (ઓસ્ટ્રેલિયા)રિકવરી હેઠળ (12 એપ્રિલ પછી જોડાશે)
DCમિચેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા)વર્કલોડ મેનેજમેન્ટ (CA દ્વારા રોકવામાં આવ્યા)
CSKમેથ્યુ શોર્ટ (ઓસ્ટ્રેલિયા)અંગૂઠામાં ફ્રેક્ચર
PBKSલોકી ફર્ગ્યુસન (ન્યૂઝીલેન્ડ)પિતૃત્વ રજા (શરૂઆતની 7 મેચ બહાર)
KKRમથીશા પથિરાના (શ્રીલંકા)પ્રથમ 2 અઠવાડિયા માટે અનુપલબ્ધ
LSGવાનિન્દુ હસરંગા (શ્રીલંકા)ઇજાના કારણે સંશય

સનરાઈઝર્સ હૈદરાબાદમાં મોટો ફેરફાર

સૌથી ચોંકાવનારા સમાચાર સનરાઈઝર્સ હૈદરાબાદના કેમ્પમાંથી આવ્યા છે. ટીમના નિયમિત કેપ્ટન પેટ કમિન્સ ફિટ ન હોવાને કારણે શરૂઆતની મેચો ગુમાવશે. તેમની ગેરહાજરીમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન ટીમના સુકાની તરીકે જવાબદારી સંભાળશે.

વર્કલોડ મેનેજમેન્ટનો માર

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ રોકી રાખ્યા છે. તેવી જ રીતે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના જોશ હેઝલવુડ પણ મુંબઈ ઇન્ડિયન્સ સામેની ચોથી લીગ મેચ પહેલા ટીમમાં જોડાઈ શકે તેવી શક્યતા નથી.

પંજાબ કિંગ્સના લોકી ફર્ગ્યુસન હાલમાં જ પિતા બન્યા હોવાથી પરિવાર સાથે સમય વિતાવવા માટે પ્રથમ 7 મેચોમાં જોવા મળશે નહીં. આ ગેરહાજરીને કારણે ટુર્નામેન્ટના શરૂઆતના તબક્કામાં ટીમોના સંતુલન પર મોટી અસર પડી શકે છે.