સીસીટીવીમાં કેટલાક તોફાની તત્વો કૂદતા અને દોરડા ખેંચતા નજરે પડ્યા
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. મોરબી
મોરબી દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કેવી રીતે સમગ્ર ઘટના ઘટી છે. બ્રિજ પર દિવાળીની રજાઓ તથા રવિવારને પગલે ભીડ વધુ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે લોકો પણ બ્રિજ પર મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. કેટલાક તોફાની તત્વો પણ બ્રિજને સતત ઝુલતો રાખવા માટે બંને બાજુના દોરડા ખેંચી રહ્યા હતા. જેના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. હાલ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમની નિમણૂંક કરી છે અને તેઓ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.