નેશનલ કોએલિશન સરકાર દ્વારા વાર્ષિક 1.5 બિલિયન ડોલર બચતની દિશામાં વિવિધ વિભાગો દ્વારા છટણીની જાહેરાત

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ન્યુઝીલેન્ડમાં મંદીની સત્તાવાર જાહેરાત બાદ સરકાર દ્વારા સરકારી નોકરીઓને (Job Cut) ઓછી કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને વિવિધ વિભાગો દ્વારા સતત છટણી કરવાનું એલાન એક પછી એક કરવામાં આવી રહ્યું છે. બીજી મેના રોજ એક અંદાજ પ્રમાણે 800 લોકો પબ્લિક સેક્ટરમાંથી (Public Sector) ગુમાવી ચુક્યા છે. આ સિલસિલામાં હવે એજ્યુકેશન વિભાગ દ્વારા સૌથી મોટી છટણીનું એલાન કરવામાં આવ્યું છે. એજ્યુકેશન વિભાગમાંથી 565 લોકોની છટણીનો નિર્ણય કરાયો છે.

કાઈંગા ઓરા, મિનિસ્ટ્રી ઑફ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ (HUD), સ્ટેટિસ્ટિક્સ ન્યુઝીલેન્ડ, ન્યુઝીલેન્ડ ક્વોલિફિકેશન ઓથોરિટી (NZQA) અને શિક્ષણ મંત્રાલયે ગુરુવારે કાર્યસ્થળમાં ફેરફારની દરખાસ્તો જાહેર કરી છે.

શિક્ષણ સચિવ, આયોના હોલ્સ્ટેડે જણાવ્યું હતું કે સમગ્ર શિક્ષણ મંત્રાલયમાં 755 જોબ કટનો નિર્ણય કરાયો છે, જેમાં 439 લોકો જ તેમની નોકરી ગુમાવશે, જ્યારે 316 જે વેકેન્સી હતી તેને ન ભરવાનો નિર્ણય કરાયો છે.

NZQA માં લગભગ 35 લોકો તેમની નોકરી ગુમાવશે. સનદી અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરતા યુનિયન, પબ્લિક સર્વિસ એસોસિએશન, જણાવ્યું હતું કે આજે સ્ટાફને એક દરખાસ્ત સોંપવામાં આવી હતી જેમાં કુલ 66 ભૂમિકાઓ દર્શાવવામાં આવી હતી, જેમાંથી 13 ખાલી હતી, તેને અસ્થાયી કરવામાં આવશે.

સ્ટેટિસ્ટિક્સ ન્યુઝીલેન્ડમાં, કુલ 153 નોકરીઓ જવાની છે. આ આંકડો અગાઉની 29 નોકરીઓની લિસ્ટમાંથી આવ્યો હતો અને ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારી સ્ટેટ્સ ન્યુઝીલેન્ડે આગાહી કરી હતી તેમાંથી વધુ 124 ઘટાડો થયો હતો. નેશનલ કોએલિશન સરકાર દ્વારા વાર્ષિક 1.5 બિલિયન ડોલર બચતની દિશામાં વિવિધ વિભાગો દ્વારા છટણીની જાહેરાત કરાઇ રહી છે. કાપનો આ તબક્કો શરૂ થયો ત્યારથી લગભગ 3534 નાગરિક સેવામાં તેમની નોકરી ગુમાવી રહ્યા હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે.