મોંઘવારીના આંકડા (CPI) મુજબ દરોમાં 3.11% નો વધારો; જોબસીકર અને સુપર એન્યુએશન મેળવનારાઓને થશે સીધો ફાયદો
ઓકલેન્ડ | ન્યૂઝીલેન્ડ સરકાર દ્વારા આગામી 1 April થી સરકારી સહાય (Benefits) અને પેન્શનના દરોમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, નિષ્ણાતો અને સામાજિક કાર્યકરોમાં એવી ચિંતા સેવાઈ રહી છે કે આ વધારો આસમાને પહોંચેલી મોંઘવારી સામે લડવા માટે પૂરતો નથી.
નવા સુધારેલા દરોની વિગત (સાપ્તાહિક/પાક્ષિક):
ગયા વર્ષે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) માં 3.11% નો વધારો નોંધાયા બાદ, દરોમાં નીચે મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે:
- JobSeeker Support (25 વર્ષથી વધુ, સિંગલ): સાપ્તાહિક સહાય $361.32 થી વધીને $372.55 (ટેક્સ બાદ) થશે.
- Sole Parent Support: સાપ્તાહિક સહાય $505.80 થી વધીને $521.52 થશે.
- Supported Living (બાળકો સાથેનું કપલ): સાપ્તાહિક $734.12 થી વધીને $756.94 થશે.
- NZ Super (એકલા રહેતી વ્યક્તિ માટે): પાક્ષિક (દર 15 દિવસે) મળતી સહાય $1076 થી વધીને $1110.30 થશે.
નિષ્ણાતોનો મત: “આ વધારો પૂરતો નથી”
ચાઈલ્ડ પોવર્ટી એક્શન ગ્રુપના પ્રવક્તા આઈઝેક ગનસને જણાવ્યું હતું કે આ વધારો માત્ર ગયા વર્ષના સરેરાશ ફુગાવાને આવરી લે છે. ખોરાક, વીજળી અને અન્ય જીવનજરૂરી વસ્તુઓના ભાવ સરેરાશ મોંઘવારી કરતા ઘણા વધારે વધ્યા છે. ગ્રીન પાર્ટીના પ્રવક્તા રિકાર્ડો મેનેન્ડેઝ માર્ચના જણાવ્યા અનુસાર, ભાડું, પેટ્રોલ અને શાકભાજીના વધતા ભાવ સામે આ ઓટોમેટિક વધારો મધ્યમ અને ગરીબ પરિવારો માટે પૂરતો નથી.
સરકારનું વલણ
નાણામંત્રી નિકોલા વિલિસના પ્રવક્તાએ સ્વીકાર્યું છે કે ઘરેલું બજેટ પર દબાણ વધી રહ્યું છે. સરકારે જણાવ્યું કે તેઓ ખાસ કરીને ઈંધણના વધતા ભાવથી પ્રભાવિત પરિવારોને મદદ કરવા માટેના વિકલ્પો શોધી રહ્યા છે. જોકે, સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે આંતરરાષ્ટ્રીય યુદ્ધ અને તેના કારણે ઉભી થયેલી વૈશ્વિક અસરોને સંપૂર્ણપણે અટકાવવી સરકારના હાથમાં નથી.