રશિયા-યુક્રેન જંગ ચાલુ છે ત્યારે બીજી તરફ પેલેસ્ટિનિયન ઇસ્લામિક જૂથ હમાસે ઑક્ટોબર 7 ના રોજ ઇઝરાયેલ પર હુમલો શરૂ કર્યા પછી ગાઝા પર ઇઝરાયેલના હુમલા ચાલુ છે જેમાં મોટા પાયે ખુવારી થઈ છે તેવે સમયે હવે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે એકબીજા ઉપર હુમલા શરૂ થતાં ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની શક્યતાઓ વધી ગઈ છે.

મહત્વનું છે કે સીરિયામાં ઈરાની દૂતાવાસ પરના હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયેલ પર ડ્રોન હુમલો કર્યો હતો, 14 એપ્રિલે ઈરાને ઇઝરાયલ પર 300થી વધુ મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ દરમિયાન તેઓએ ઇઝરાયલના નેવાતિમ એરબેઝને નિશાન બનાવ્યું હતું, જ્યાં થોડું નુકસાન પણ થયું હતું. જોકે, ઇઝરાયલ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનની મદદથી ઈરાનના 99% હુમલાને રોકવામાં સફળ રહ્યું હતું.

ઇરાનના આ હુમલાનો જવાબ આપવા ગુરુવારે મોડી રાત્રે ઈઝરાયલે ઈરાન પર મિસાઇલ હુમલો કરી દીધો છે.

હવે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવને કારણે વિશ્વની શાંતિ ભંગ થવાની શક્યતા વધી ગઈ છે.
રશિયા અને  ઈરાન વચ્ચે દોસ્તી છે અને ઈરાન રશિયાને મિસાઈલ અને ફાઈટર જેટ સહિત યુક્રેનમાં ઉપયોગમાં લેવાતા અનેક હથિયારો પૂરા પાડી રહ્યું છે,દરમિયાન ઈરાનને સાથ આપવા માટે રશિયા યુદ્ધમાં ઉતરી શકે છે તો બીજી તરફ જો આમ થાયતો બ્રિટેન અને અમેરિકા સહિત બધા પશ્ચિમી દેશો ઈઝરાયેલના સમર્થનમાં આવી શકે છે.
ઈરાન રશિયાનું સમર્થન કરે છે અને પુતિન યુક્રેનનો નાશ કરવા માટે આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે જો આવું થાય તો પરમાણુ યુદ્ધની શક્યતા વધી જાય છે.

જો રશિયા ઈરાનને સપોર્ટ કરી યુદ્ધ શરૂ કરશે તો અમેરિકા અને પશ્ચિમી દેશો ઈઝરાયેલને સમર્થન કરી સીધા યુદ્ધમાં ઉતરે તો સાથી દેશોના સમર્થનને લઈ ત્રીજું વિશ્વયુદ્ધ થતાં વાર લાગે નહિ તેમ મનાય રહ્યું છે.

જે અપડેટ સામે આવ્યા છે તેમાં ઈઝરાયેલે આજે શુક્રવારે ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા.
ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર પણ મિસાઈલો પડી હોવાના ચોંકાવનારા અહેવાલ છે.

ઈરાનની ન્યુક્લિયર સાઈટ પર ત્રણ મિસાઈલો પડી હોવાના અહેવાલ છે. દરમિયાન, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ તેના તમામ લશ્કરી મથકોને હાઇ એલર્ટ પર મૂક્યા છે.

એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી હોવાના અહેવાલ છે.
બીજી તરફ ઇરાનના સમર્થનમાં જો રશિયા જોડાયતો અમેરિકા સહિતના પશ્ચિમી દેશો ઈઝરાયેલના સમર્થનમાં આવતા ત્રીજા વિશ્વ યુદ્ધ ના ભણકારા વાગી રહયા છે.