311 રનનો અત્યાર સુધીનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો; જ્યોર્જની શાનદાર સદી, વૈભવની વિસ્ફોટક બેટિંગ, આયુષ મ્હાત્રેની અડધી સદીની મદદથી ટાર્ગેટ 41 ઓવરમાં જ ચેઝ કર્યો

india vs Afghanistan, Aron George, Vaibhav Suryavanshi, Under 19 World Cup,

હરારે (ઝિમ્બાબ્વે): હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલા અન્ડર-19 વર્લ્ડ કપ 2026 ના બીજા સેમીફાઈનલમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટા 311 રનના ટાર્ગેટને માત્ર 41.1 ઓવરમાં પાર પાડીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હવે 6 ફેબ્રુઆરીના રોજ ફાઈનલમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે.

મેચના મહત્વના આંકડા :

  • વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી મોટો ચેઝ: 311 Runs (Previous record was 305).
  • એરોન જ્યોર્જ: 115 Runs off 104 balls.
  • ફાઈનલ મેચ: India vs England, 6 February 2026.
  • વૈભવ સૂર્યવંશી: 68 Runs off 33 balls.

એરોન જ્યોર્જ અને વૈભવનો તરખાટ: લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત તોફાની રહી હતી. વૈભવ સૂર્યવંશીએ માત્ર 24 બોલમાં ફિફ્ટી ફટકારી હતી અને કુલ 33 બોલમાં 68 રન (9 ચોગ્ગા, 4 છગ્ગા) બનાવ્યા હતા. બીજી તરફ, સલામી બેટ્સમેન એરોન જ્યોર્જે શાનદાર સદી ફટકારતા 104 બોલમાં 115 રન બનાવ્યા હતા. કેપ્ટન આયુષ મ્હાત્રેએ પણ 62 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું, જેના કારણે ભારતે આ પહાડ જેવો સ્કોર સરળતાથી વટાવી દીધો હતો.

અફઘાનિસ્તાનની ઈનિંગ: આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરતા અફઘાનિસ્તાને 4 વિકેટે 310 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ફૈઝલ શિનોઝાદાએ 110 રન અને ઉઝૈરુલ્લા નિયાઝઈએ અણનમ 101 રન બનાવીને ભારતીય બોલરોની કસોટી કરી હતી. ભારત તરફથી કનિષ્ક ચૌહાણે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. જોકે, ભારતીય બેટ્સમેનોના આક્રમણ સામે અફઘાની બોલરો લાચાર દેખાયા હતા.

ભારતનું વર્લ્ડ કપમાં પ્રભુત્વ: ભારતીય ટીમ અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. અન્ડર-19 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત 10મી વખત ફાઈનલમાં પહોંચ્યું છે, જે એક મોટો રેકોર્ડ છે. અગાઉ ઈંગ્લેન્ડે પ્રથમ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 27 રને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી હતી.