આજે ગુજરાતના અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રોમાંચક મુકાબલો થશે.

આજે 31મીને રવિવારે બપોરના 3: 30 કલાકે મેચ શરૂ થશે.

આઈપીએલ2024ની આ 12મી મેચ માટે ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, આ રોમાંચક મુકાબલો માનવામાં આવે છે.

કારણ કે, બંન્ને ટીમમાં બીજી જીત મેળવવાનો પ્રયાસ હશે.
ગુજરાત અને હૈદરાબાદે એક એક મેચ જીતી લીધી છે.

મહત્વનું છે કે આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન ચોથા અને ગુજરાત આઠમાં સ્થાન પર છે.

ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે અત્યારસુધી કુલ 3 મેચ રમાય છે. જેમાં હૈદરાબાદે 1 અને ગુજરાતે 2 મેચ જીતી છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ગુજરાત ટાઈટન્સે આ સીઝનમાં અત્યારસુધીમાં 2-2 મેચ રમી છે અને બંન્ને ટીમનો એકમાં જીત અને એકમાં પરાજય થયો છે.