સામાન્ય રીતે મે મહિનામા ઉનાળાનું વેકેશન આવતું હોય છે અને આવી કાળઝાળ ગરમી પડતી હોય ત્યાં ક્યાંય બહાર ફરવા જવાનું પણ મન ન થાય આવા સમયે મોલ-સિનેમા વગરે એવી જગ્યાઓ છે કે જ્યાં એસીમાં બેસી ફિલ્મોની મજા માણી શકાય છે અને હવેતો OTT પ્લેટફોર્મ ઉપર પણ ફિલ્મ અને વેબ સિરીઝ માણવાનો ઓપ્સન આવી ગયો છે ત્યારે ઘરમાં જ નાસ્તો અને ઠંડા પીણાં,આઈસક્રીમની મોજ માણતા માણતા નવી ફિલ્મ અને સિરીઝ જોઈ શકાય છે.
આપને જણાવી દઈએ કે સંજય લીલા ભણસાલીની ભવ્ય સિરીઝ હીરામંડી’ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. આ ઉપરાંત નવી ફિલ્મો અને સિરીઝ ઓટીટી પર આવી રહી છે.
જોકે,આ વખતે લોકસભાનું ઇલેક્શન હોવાથી મોટા બજેટની ફિલ્મો થીયેટરમાં રિલીઝ થશે નહીં પરંતુ ઓછા બજેટની કેટલીક ફિલ્મો આવી રહી છે જે સારી ફિલ્મો છે તે વિશે આપને જણાવી રહયા છે.

શ્રીકાંત

તુષાર હીરાનંદાનીના ડાયરેક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘શ્રીકાંત’ 10 મેના રોજ થીયેટરમાં રિલીઝ થશે.
આ ફિલ્મ બાયોપિક છે અને તેમાં રાજકુમાર રાવને લીડ રોલમાં છે. રાજકુમારે તેમાં શ્રીકાંત બોલોનો રોલ કર્યો છે. શ્રીકાંત બોલાના જીવનને દર્શાવતી આ ફિલ્મમાં શરદ કેલકર પણ મહત્વના રોલમાં જોવા મળી રહયા છે.  

મિસ્ટર એન્ડ મિસીસ માહી

મે મહિનામાં રાજકુમાર રાવની બીજી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ 31 મે ના રોજ રિલીઝ થવાની છે.
જાન્હવી કપૂર સાથેની આ ફિલ્મ સ્પોર્ટ્સ ડ્રામા છે. ‘રુહી’ બાદ રાજકુમાર અને જાન્હવી બીજી ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે.

ભૈયાજી

મનોજ બાજપેયીની કરિયરની 100મી ફિલ્મ ભૈયાજી 24 મેના રોજ રિલીઝ થશે. બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયીની આ ફિલ્મ એક્શન ડ્રામા છે.
આ ફિલ્મમાં મહત્વની વાત એ છે કે તેમના પત્ની શબાના રઝા 15 વર્ષે આ ફિલ્મથી કમબેક કરી રહ્યા છે.
તેઓએ આ ફિલ્મથી પ્રોડક્શનમાં ઝંપલાવ્યું છે.  

કિંગડમ ઓફ ધ પ્લેનેટ ઓફ એપ્સ

આ ફિલ્મ 24 મે ના રોજ રિલીઝ થશે,આ ફિલ્મમાં વાનર અને માણસો વચ્ચેનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે.
વાનરોની શાંત દુનિયામાં માણસોની દખલગીરી અને અત્યાચારને આ ફિલ્મમાં દર્શાવાયા છે.
આ ફિલ્મ અંગ્રેજી, હિન્દી તેમજ તમિલ, તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે.  

શૈતાન

અજય દેવગન અને આર. માધવનની હોરર-થ્રિલર ‘શૈતાન’ 8 માર્ચે થીયેટરમાં રિલીઝ થઈ હતી.
બોક્સઓફિસ પર સારુ પ્રદર્શન કરનાર આ ફિલ્મ હવે ઓટીટી પર 3 મે ના રોજ રિલીઝ થવાની છે.
નેટફ્લિક્સ પર આ ફિલ્મ ઘરે બેઠાં જોઈ શકાશે.
‘શૈતાન’ની રિલીઝ પૂર્વે, જે ગુજરાતી ફિલ્મ પરથી ‘શૈતાન’ બની છે, તે ‘વશ’ શેમારૂમી પર સ્ટ્રીમ થઈ રહી છે. 

યોદ્ધા

સિદ્ધાર્થ મલહોત્રાની એક્શન-થ્રિલર થીયેટરમાં એવરેજ રહી હતી. થીયેટર બાદ ‘યોદ્ધા’ હવે ઓટીટી પર 15 મે ના રોજ સ્ટ્રીમ થવાની છે.
એમેઝોન પ્રાઈમ પર ફિલ્મ જોઈ શકાશે. ફિલ્મની સ્ટોરી પ્લેન હાઈજેકની ઘટના આધારિત છે. 
આમ,વેકેશનમાં આ ફિલ્મો આવી રહી છે જે થિયેટર તેમજ કેટલીક ઓટીટી ઉપર માણી શકાશે.