ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કામાં તા.7મી મેના રોજ મતદાન થવાનું છે ત્યારે રાજકોટ બેઠક ઉપર સૌની નજર છે આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધનાણી સીધા જંગમાં છે ત્યારે હાલ ગુજરાતમાં ચાલતા ક્ષત્રિય આંદોલનનું એપી સેન્ટર પણ રાજકોટ છે અહીં ચૂંટણી લડી રહેલા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજે આંદોલન છેડી દીધું છે ત્યારે હવે સૌનું ધ્યાન આ બેઠક ઉપર છે ત્યારે આવા સમયે રાજકોટના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાતા ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસર દ્વારા પરેશ ધાનાણીના ભાષણના વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે.

રાજકોટના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે જેમાં
પરેશ ધાનાણીએ ક્ષત્રિય અને પાટીદાર સમાજને હરખપદુડા કહેવાનો મુદ્દો છે.

રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયો પર કટાક્ષ કરી ક્ષત્રિય અને પાટીદારોને હરખ પદુડા કહ્યાં હતા અને “1995માં ભય, ભુખ અને ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ભાજપનું બીજ વાવ્યું” હોવાના મામલે પણ ભાજપ પર પ્રહાર કર્યા હતા.
તેઓએ કહ્યું હતુ કે ભાજપે કોઈ સમાજ બાકી રહ્યા નથી, વારાફરતી બધાનો વારો આવી રહ્યો છે. મળતી મુજબ રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી આ દરમિયાન માલધારી સમાજના કાર્યક્રમમાં ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા તે વખતે તેઓએ પાટીદારો અને ક્ષત્રિયોને હરખ પદુડા કહી કટાક્ષ કરતા ભાજપે પરેશ ધાનાણી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસરે પરેશ ધાનાણીના ભાષણના વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ પશ્ચિમમાં આચારસંહિતાના ઉલ્લંઘનની સૌથી વધુ 132 ફરિયાદ નોંધાઇ છે જ્યારે આચારસંહિતાના ઉલ્લંઘનની સૌથી ઓછી 7 ફરિયાદ જસદણમાં નોંધાઈ છે.