ગુજરાતમાં સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા 1 લાખ 54 હજાર કરોડના રોકાણો માટેના એમ.ઓ.યુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.
કેન્દ્રિય સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિમાં MOU
ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રેલવે મંત્રીની ઉપસ્થિતિમાં આજે મહત્વના MoU કરાયા. રાજ્ય સરકાર અને વેદાંતા ગ્રુપ વચ્ચે આજે સેમી કંડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટની સ્થાપના માટેના MoU કરાયા. જે માટે રૂ. 1.75 લાખ કરોડનું રોકાણ કરાશે. આ અંગે પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને એમઓયુને આવકાર્યો છે. પીએમ મોદીએ જણાવ્યુ કે, 1.54 લાખ કરોડના રોકાણ અર્થવ્યવસ્થા, રોજગારનો વધારો કરશે.
- રાજ્યના 1 લાખ જેટલા યુવાઓને રોજગાર અવસર મળવાની દિશા ખુલવા સાથે દેશના રાજ્યોમાં સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં આ રોકાણ સૌથી મોટું રોકાણ થશે.
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં તાજેતરમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી જિતુભાઈ વાઘાણીએ જાહેર કરેલી ડેડીકેટેડ ‘સેમી કન્ડક્ટર પોલિસી’ની સફળતા આ એમ.ઓ.યુ.થી સાકાર થશે.
- ગુજરાત વડાપ્રધાનના નેતૃત્વમાં પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું છે, તેને વધુ ગતિ આપતી ડેડિકેટેડ સેમી કન્ડક્ટર પોલિસી સાથે ‘સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન’ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યરત કરાયું છે
- આ મિશન પણ પ્રોજેક્ટની સફળતા માટે સહાયતા પૂરી પાડશે. મુખ્યમંત્રીએ આવી અવસરે ક્હ્યુંકે ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ છે તથા દેશ વિદેશના રોકાણકારો માટે પસંદગીનું શ્રેષ્ઠ સ્થળ બન્યું છે
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટને રાજ્ય સરકારના સહયોગની ખાતરી આપી હતી.
- સાયન્સ ટેક્નોલોજી મંત્રી જિતુભાઈ વાઘાણી,મુખ્ય સચિવ પંકજ કુમાર,મુખ્ય મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નેહરા તથા વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલ અને ફોક્સકોન ગ્રુપના બ્રેઈન હો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
MoU દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘PM મોદીનું સ્વપ્ન છે કે ભારતમાં સેમી કંડક્ટરનું ઉત્પાદન થાય. આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાત બની રહ્યું છે. ગુજરાતમાં મોટું રોકાણ થઇ રહ્યું છે. હું રોકાણકારોનું ગુજરાતમાં સ્વાગત કરૂ છું. આ પ્રોજેક્ટથી 1 લાખ લોકોને રોજગારી મળશે.’ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી જિતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ‘ગુજરાતમાં હવે સેમી કંડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ સ્થપાશે. તાઇવાનની કંપની ગુજરાતમાં આવે તે એક ગર્વની વાત છે. દુનિયાની સ્પર્ધામાં ગુજરાત પણ છે, આ એક ખૂબ મોટી સિદ્ધિ કહેવાય.’