પરમાણુ ડીલના બણગાં ફૂંકતા ડોનાલ્ડ કાકા બાજુની સીટ પર બેસીને દરિયાઈ સુરક્ષા અને ‘વિશ્વાસની કટોકટી’ પર વડાપ્રધાન મોદીનું આકરૂં પ્રવચન સાંભળવા મજબૂર બન્યા
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. એવિયાન-લે-બેન્સ (ફ્રાન્સ):
વિશ્વના સૌથી અમીર લોકશાહી દેશોના નેતાઓ જ્યારે ફ્રાન્સના એક લક્ઝુરિયસ સ્પા ટાઉનમાં ભેગા થાય, ત્યારે માત્ર ગંભીર પ્રસ્તાવો પાસ નથી થતા, પરંતુ કેટલીક એવી ક્ષણો પણ કેમેરામાં કેદ થાય છે જે આખા વિશ્વમાં ચર્ચાનો વિષય બને છે. ફ્રાન્સમાં ચાલી રહેલી G7 સમિટમાં કંઈક આવું જ જોવા મળ્યું. છેલ્લા 16 મહિનાથી જે મુલાકાતની રાહ જોવાતી હતી તે મોદી-ટ્રમ્પ મિલન આખરે થયું ખરું, પણ જે ‘કેમિસ્ટ્રી’ માટે આ બંને નેતાઓ જાણીતા છે તે ગાયબ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની સુપ્રસિદ્ધ ‘ઝપ્પી’ (આલિંગન) આપવાનું સદંતર ટાળી દીધું હતું. બંને નેતાઓએ માત્ર ઔપચારિક હાથ મિલાવ્યા અને સોશિયલ મીડિયા પર ફેન્સ જેને ‘બ્રો-મોમેન્ટ’ કહે છે, તેના સ્થાને એક ગંભીર રાજદ્વારી અંતર જોવા મળ્યું.
બાજુમાં બેસાડીને ટ્રમ્પને સંભળાવી ખરી-ખરી
તાજેતરમાં ઓમાનની ખાડીમાં અમેરિકી દળોના હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત અને અમેરિકાના આડાઅવળા ટ્રેડ ટેરિફથી નારાજ ભારતે જી7 ના મંચ પરથી જ અમેરિકાને અરીસો બતાવ્યો. રાષ્ટ્રપતિ ટ્રમ્પ બિલકુલ બાજુની સીટ પર બિરાજમાન હતા, ત્યારે જ પીએમ મોદીએ માઇક સંભાળ્યું અને અમેરિકાનું નામ લીધા વિના સીધો પ્રહાર કર્યો.
મોદીએ રોકડા પરખાવતા કહ્યું કે, આજે દુનિયા સંસાધનોની અછતથી નહીં, પરંતુ ‘વિશ્વાસની કટોકટી’ (Deficit of Trust) થી પીડાઈ રહી છે. સમુદ્રી વ્યાપાર કરતા નાવિકોનો જીવ જોખમમાં મૂકવો એ કોઈ પણ દેશ માટે યોગ્ય નથી. અમેરિકી રાષ્ટ્રપતિ આ આકરા પ્રવચન દરમિયાન માત્ર હળવા હાથે પીએમ મોદીના હાથ પર થાપટ મારીને પોતાની જૂની મિત્રતાની યાદ અપાવવાનો પ્રયાસ કરતા રહ્યા, પણ મોદીના તેવર લાલ હતા.
ટ્રમ્પનું સેલ્ફ-પ્રમોશન: “હું ન હોત તો ઇઝરાયેલ ન હોત!”
બીજી તરફ, પોતાની જ પીઠ થાબડવામાં માહિર ડોનાલ્ડ ટ્રમ્પે આ સમિટમાં ઇરાન સાથે થયેલા શાંતિ કરારના જોરશોરથી વખાણ કર્યા અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની જૂની ડીલને ‘ડિઝાસ્ટર’ ગણાવી. વાત આટલેથી ન અટકી, ટ્રમ્પે પોતાના પરમ મિત્ર ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ (બીબી) પર પણ ગુસ્સો ઠાલવ્યો. ટ્રમ્પે પત્રકારો સામે બણગાં ફૂંકતા કહ્યું:
“જો હું ન હોત તો આજે ઇઝરાયેલ નકશા પર જ ન હોત. મેં ઇઝરાયેલ માટે જે કર્યું છે તે કોઈ રાષ્ટ્રપતિએ નથી કર્યું, પણ હવે ‘બીબી’ એ લેબનોન અને હિઝબુલ્લાહ મામલે વધુ જવાબદાર બનવું પડશે. તેઓ જે રીતે વર્તી રહ્યા છે તેનાથી હું બિલકુલ ખુશ નથી.”
યુરોપિયન નેતાઓનો ‘બટરિંગ’ પ્રોગ્રામ અને હોટ માઇક ગપસપ
અમેરિકાના કડક વલણથી ડરેલા યુરોપિયન નેતાઓ સમિટ દરમિયાન ટ્રમ્પને મનાવવા માટે તનતોડ મહેનત કરતા જોવા મળ્યા હતા. જર્મનીના ચાન્સેલરે તો હદ જ કરી દીધી, તેમણે ટ્રમ્પને ખુશ કરવા માટે ’47’ નંબર લખેલી ફૂટબોલ જર્સી ભેટમાં આપી દીધી! ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પણ જૂની કડવાશ ભૂલીને ટ્રમ્પને વર્સેલ્સ પેલેસમાં શાહી ડિનરનું આમંત્રણ આપ્યું.