6 મહિનાના નવા ‘શોર્ટ-ટર્મ’ વિઝાની જાહેરાત, 16 નવેમ્બર 2026 થી નવા નિયમો લાગુ થશે; ગ્રેજ્યુએટ ડિપ્લોમા ધારકો માટે પણ વિઝા પાત્રતા (Eligibility) માં કરાયો વિસ્તાર

ન્યુઝીલેન્ડ સરકાર આંતરરાષ્ટ્રીય ગ્રેજ્યુએટ્સના વિઝાના રસ્તાઓને દેશની કૌશલ્ય જરૂરિયાતો (Skills Needs) સાથે વધુ સારી રીતે જોડવા માટે એક નવો શોર્ટ-ટર્મ ગ્રેજ્યુએટ વર્ક વિઝા (Short-term Graduate Work Visa) શરૂ કરી રહી છે અને હાલના પોસ્ટ સ્ટડી વર્ક વિઝા (PSWV) ના નિયમોમાં ફેરફાર કરી રહી છે. જે વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં ક્યારેય પણ પોસ્ટ સ્ટડી વર્ક વિઝા મેળવ્યા હોય, તેઓ આ બંનેમાંથી એકપણ વિઝા માટે પાત્ર રહેશે નહીં.

1. નવો શોર્ટ-ટર્મ ગ્રેજ્યુએટ વર્ક વિઝા

આ વિઝા લાયક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ન્યુઝીલેન્ડમાં અભ્યાસ પૂરો કર્યા પછી 16 નવેમ્બર 2026 (સોમવાર) થી અરજી કરવા માટે ઉપલબ્ધ થશે.

  • વિઝાનો સમયગાળો: આ વિઝા 6 મહિના માટે ઓપન વર્ક રાઇટ્સ (Open Work Rights) આપે છે, જેથી વિદ્યાર્થીઓ નોકરી શોધી શકે અને જો યોગ્ય હોય તો એક્રેડિટેડ એમ્પ્લોયર વર્ક વિઝા (AEWV) માં ટ્રાન્સફર થઈ શકે.
  • અરજીની સમયમર્યાદા: સ્ટુડન્ટ વિઝા પૂરા થયાના 3 મહિનાની અંદર આ વિઝા માટે અરજી કરવાની રહેશે. આ વિઝા જીવનમાં માત્ર 1 જ વાર મળશે અને તેને લંબાવી (Extend) શકાશે નહીં.

પાત્રતા અને શરતો (Eligibility & Conditions):

  • અરજદારે NZQCF લેવલ 5 થી 7 નો લાયક અભ્યાસક્રમ ન્યુઝીલેન્ડમાં ઓછામાં ઓછો 24 અઠવાડિયા (Full-time) સુધી કર્યો હોવો જોઈએ.
  • આ અભ્યાસક્રમ કોઈ ઇંગ્લિશ લેંગ્વેજ, ફાઉન્ડેશન કે બ્રિજિંગ કોર્સ હોવો જોઈએ નહીં.
  • અરજદાર પાસે પોતાના ગુજારા માટે ઓછામાં ઓછા NZD $5,000 હોવા જરૂરી છે.
  • રોકાણના સમયગાળાના આધારે માન્ય મેડિકલ સર્ટિફિકેટ અને ચેસ્ટ એક્સ-રે (Chest X-ray) સબમિટ કરવાનો રહેશે.
  • મહત્વની મર્યાદા: આ વિઝા ધારકો પોતાના પાર્ટનર (પતિ/પત્ની) માટે વર્ક વિઝા કે બાળકો માટે સ્ટુડન્ટ વિઝા સ્પોન્સર કરી શકશે નહીં. (જોકે તેઓ વિઝિટર વિઝા માટે ટ્રાય કરી શકે છે). આ વિઝા પર બિઝનેસ માલિકી (Business Ownership) ની મંજૂરી નથી, માત્ર એમ્પ્લોયમેન્ટ એગ્રીમેન્ટ હેઠળ નોકરી કરી શકાશે.

2. પોસ્ટ સ્ટડી વર્ક વિઝા (Post Study Work Visa) માં ફેરફાર અને વિસ્તાર

16 નવેમ્બર 2026 થી, પોસ્ટ સ્ટડી વર્ક વિઝાની પાત્રતા એવા વિદ્યાર્થીઓ માટે લંબાવવામાં આવી છે જેમણે ન્યુઝીલેન્ડમાં ગ્રેજ્યુએટ ડિપ્લોમા (Graduate Diploma) પૂર્ણ કર્યો હોય.

નવી શરતો:

  • વિદ્યાર્થીએ NZQCF લેવલ 7 પર ગ્રેજ્યુએટ ડિપ્લોમા પૂરો કરેલો હોવો જોઈએ અને આખો કોર્સ ન્યુઝીલેન્ડમાં ફુલ-ટાઇમ ભણેલો હોવો જોઈએ (આમાં ક્રોસ-ક્રેડિટ કે અગાઉના ભણતરની માન્યતા ચાલશે નહીં).
  • ગ્રેજ્યુએટ પાસે બેચલર્સ ડિગ્રી (Bachelor’s Degree) હોવી ફરજિયાત છે (ભલે તે ન્યુઝીલેન્ડની હોય કે વિદેશની, અને તે ગમે ત્યારે પાસ કરેલી હોવી જોઈએ).
  • પુરાવા: અરજી કરતી વખતે ગ્રેજ્યુએટ ડિપ્લોમાની સાથે બેચલર્સ ડિગ્રીનું સર્ટિફિકેટ અને ઓફિશિયલ એકેડેમિક ટ્રાન્સક્રિપ્ટ આપવાની રહેશે. (વિદેશી ડિગ્રી માટે IQA એસેસમેન્ટની જરૂર નથી).

વિઝાનો સમયગાળો અને ફેમિલી સપોર્ટ:

  • આ વિઝા ગ્રેજ્યુએટ ડિપ્લોમાના અભ્યાસના સમયગાળા જેટલો જ, પરંતુ વધુમાં વધુ 1 વર્ષ માટે આપવામાં આવશે.
  • આ વિઝા ધારકો નિયમોના આધારે પોતાના પાર્ટનર અને બાળકોને વિઝિટર, વર્ક કે ડિપેન્ડન્ટ ચાઇલ્ડ સ્ટુડન્ટ વિઝા માટે સપોર્ટ (સ્પોન્સર) કરી શકશે.

ગ્રેજ્યુએટ ડિપ્લોમા ધારકો માટે 3 મહત્વના નિયમો

જો તમે ગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યો છે, તો તમને વર્ક વિઝા નીચેની 3 સ્થિતિના આધારે મળશે:

સ્થિતિ (Scenario)વિઝાનો પ્રકાર અને શરત
1. ગ્રેજ્યુએટ ડિપ્લોમા + બેચલર્સ ડિગ્રી બંને હોયઓપન વર્ક વિઝા (Open Work Visa) મળશે (ગમે ત્યાં નોકરી કરવાની છૂટ, વધુમાં વધુ 1 વર્ષ).
2. બેચલર્સ ડિગ્રી નથી, પણ ડિપ્લોમા ‘ગ્રીન લિસ્ટ’ (Appendix 13) માં છેપોસ્ટ સ્ટડી વર્ક વિઝા મળશે, પરંતુ વિઝાના સમયગાળા દરમિયાન ફક્ત તે જ ચોક્કસ વ્યવસાય/નોકરી (Occupation) માં કામ કરવું પડશે.
3. બેચલર્સ ડિગ્રી પણ નથી અને ડિપ્લોમા ‘ગ્રીન લિસ્ટ’ માં પણ નથીતેઓ પોસ્ટ સ્ટડી વર્ક વિઝા માટે પાત્ર નથી. તેઓ માત્ર 6 મહિનાના નવા ‘શોર્ટ-ટર્મ ગ્રેજ્યુએટ વર્ક વિઝા’ માટે અરજી કરી શકશે.