“ભારત ટૂંક સમયમાં ત્રીજી મોટી આર્થિક સત્તા બનશે”; ઓસ્ટ્રેલિયન પીએમે વર્ષ 1991 ના પોતાના ‘બેકપેકર’ પ્રવાસના સંસ્મરણો તાજા કર્યા, પીએમ એન્થની અલ્બનીઝે ભારત સાથેના સંબંધોને ગણાવ્યા ‘નવી ઊંચાઈ’ પર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના રાજદ્વારી અને વ્યૂહાત્મક સંબંધો હવે એક બિલકુલ નવા અને અત્યંત મજબૂત દૌરમાં પ્રવેશી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે ત્યાંની સંસદને સંબોધિત કરતી વખતે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કેટલીક એવી હૃદયસ્પર્શી વાતો કહી છે, જેણે બંને દેશોના લોકોના દિલ જીતી લીધા છે.
અલ્બનીઝે ભારત પ્રવાસને પોતાના રાજકીય જીવનના સૌથી ખાસ અને અદ્ભુત અનુભવોમાંનો એક ગણાવ્યો હતો. આ સાથે જ તેમણે સમગ્ર વિશ્વને એક મોટો સંકેત આપતા જાહેરાત કરી કે તેઓ ખૂબ જ ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યજમાની કરવા માટે સંપૂર્ણપણે તૈયાર અને ઉત્સાહિત છે.
વર્ષ 1991 માં એક સામાન્ય પ્રવાસી તરીકે ભારત આવ્યા હતા અલ્બનીઝ
ઓસ્ટ્રેલિયન સંસદમાં આપવામાં આવેલા આ ઐતિહાસિક ભાષણને ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈકમિશનર ફિલિપ ગ્રીન (Philip Green) દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે.
અલ્બનીઝે પોતાના જૂના દિવસોને યાદ કરતા એક રસપ્રદ ખુલાસો કર્યો કે:
“વડાપ્રધાન તરીકે ભારતની બે વાર મુલાકાત લેવી એ મારા માટે સન્માનની વાત છે જ, પરંતુ ભારત સાથે મારો નાતો ઘણો જૂનો છે. હું પહેલીવાર વર્ષ 1991 માં એક સામાન્ય ‘બેકપેકર’ તરીકે ભારત ફરવા ગયો હતો. જો તમે ભારતને ખરેખર જોવા અને સમજવા માંગતા હોવ, તો ત્યાંની બસો અને ટ્રેનોમાં મુસાફરી કરો.”
તેમણે ઉમેર્યું કે ત્યાંના લોકોની ઉષ્મા, આપણાપણું અને સંસ્કૃતિને આટલી નજીકથી જોવી એ એક અદ્ભુત અને ક્યારેય ન ભૂલાય તેવો અનુભવ છે.
10 લાખ ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાયની મુક્તકંઠે પ્રશંસા
વડાપ્રધાન અલ્બનીઝે ઓસ્ટ્રેલિયાના વિકાસમાં ત્યાં સ્થાયી થયેલા અંદાજે 10 લાખ (1 મિલિયન) ભારતીય-ઓસ્ટ્રેલિયન પ્રવાસી સમુદાયના અભૂતપૂર્વ યોગદાનની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
- સૌથી ઝડપથી વધતો સમુદાય: તેમણે જણાવ્યું કે ભારતીય સમુદાય આજે ઓસ્ટ્રેલિયાનો સૌથી ઝડપથી વિકસતો પ્રવાસી પરિવાર છે, જેણે પોતાની સખત મહેનત, ઉદારતા અને દેશ પ્રત્યેની વફાદારીથી ઓસ્ટ્રેલિયાને ઘણું બધું આપ્યું છે.
- અર્થતંત્રને મજબૂતી: ભારતીયોની આકાંક્ષાઓ અને મહેનતે ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રને એક નવી મજબૂતી આપી છે અને ત્યાંના નાણાકીય ક્ષેત્ર તેમજ નાના વ્યવસાયોને ખૂબ મોટો ફાયદો પહોંચાડ્યો છે. આ સમુદાયે ઓસ્ટ્રેલિયન સમાજને વધુ સમૃદ્ધ અને જીવંત બનાવ્યો છે.
અલ્બનીઝે ભારતીય સમુદાયને આશ્વાસન આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “તમારા કારણે અમારો દેશ વધુ શ્રેષ્ઠ બન્યો છે. મારી સરકાર હંમેશા તમારા અને તમારા હિતોની સાથે ઊભી રહેશે અને સમાજને વિભાજિત કરવાના કોઈપણ પ્રયાસને નકારી કાઢશે.”
તમે ઓસ્ટ્રેલિયાની સંસદમાં વડાપ્રધાન એન્થની અલ્બનીઝ દ્વારા ભારતીય સમુદાયના યોગદાન વિશે આપવામાં આવેલું આ વક્તવ્ય લાલોરના એમપી અને સંસદમાં મુખ્ય વ્હીપ તરીકે ભૂમિકા અદા કરનારા Joanne Ryan MP દ્વારા જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સામે આવ્યું હતું, જેમાં વડાપ્રધાન અલ્બેનીઝે બંને દેશો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોની વિગતવાર ચર્ચા કરી છે.
વક્તવ્યનો વીડિયો : https://www.facebook.com/reel/935987519477843