નવા બિલ હેઠળ નાના ગુનાઓમાં પણ દેશનિકાલની શક્યતા વધી, માનવીય આધારે અપીલ કરવાના અધિકારો પર કાપ
ન્યુઝીલેન્ડની સંસદમાં ‘ઇમિગ્રેશન (એનહાન્સ્ડ રિસ્ક મેનેજમેન્ટ) અમેન્ડમેન્ટ બિલ’ પર પ્રથમ વખત ચર્ચા
વેલિંગ્ટન: ન્યુઝીલેન્ડની સંસદમાં ‘Immigration (Enhanced Risk Management) Amendment Bill’ પર પ્રથમ વખત ચર્ચા કરવામાં આવી હતી. ઇમિગ્રેશન મંત્રી Erica Stanford વતી રજૂ કરાયેલ આ બિલનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય હિત અને વ્યક્તિગત અધિકારો વચ્ચે સંતુલન જાળવવાનો છે. આ બિલમાં સૌથી વધુ ભાર વિદેશી નાગરિકોને દેશનિકાલ (Deportation) કરવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા પર મૂકવામાં આવ્યો છે.
દેશનિકાલ (Deportation) ના નિયમોમાં ફેરફાર
આ બિલ રેસિડન્ટ વિઝા ધરાવતા લોકો માટે ‘ડિપોર્ટેશન લાયબિલિટી’ (દેશનિકાલની જવાબદારી) ના ગાળાને લંબાવવાની દરખાસ્ત કરે છે. ગુનાની ગંભીરતા મુજબ આ સમયગાળો નીચે મુજબ બદલાશે:
- 3 months થી વધુની જેલની સજા પાત્ર ગુના માટે: દેશનિકાલનો ભય 2 વર્ષથી વધારીને 5 વર્ષ કરાયો છે.
- 2 વર્ષથી વધુની સજા પાત્ર ગુના માટે: આ ગાળો 5 વર્ષથી વધારીને 10 વર્ષ કરાયો છે.
- 5 વર્ષથી વધુની સજા પાત્ર ગુના માટે: આ ગાળો 10 વર્ષથી વધારીને 15 વર્ષ કરાયો છે.
- 10 વર્ષથી વધુની ગંભીર સજા પાત્ર ગુના માટે: આ ગાળો 10 વર્ષથી વધારીને 20 વર્ષ કરવામાં આવ્યો છે.
જો કોઈ રેસિડન્ટ વિઝા ધારક ન્યુઝીલેન્ડની બહાર સતત 5 વર્ષ સુધી રહે, તો આ સમયગાળો (Liability Period) ફરીથી રીસેટ થશે. આ ઉપરાંત, વિઝા મેળવતા પહેલા વિદેશમાં કરેલા ગુનાઓ પણ દેશનિકાલ માટેનું કારણ બની શકે છે.
અપીલ કરવાના અધિકાર પર કાપ
જે લોકો Visitor કે Temporary વિઝા પર ન્યુઝીલેન્ડમાં છે અને કોઈ ગુનો કરે છે, અથવા જેઓ ગેરકાયદેસર રીતે દેશમાં છે, તેઓ હવે ‘માનવીય આધારો’ (Humanitarian Grounds) પર ડિપોર્ટેશન ઓર્ડર સામે અપીલ કરી શકશે નહીં. ગંભીર ગુનેગારોના પીડિતોને હવે તેમના ગુનેગારની ડિપોર્ટેશન પ્રક્રિયા દરમિયાન પોતાનો પક્ષ રાખવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
મજૂરોના શોષણ સામે કડક દંડ
શોષણખોર માલિકો વિરુદ્ધ પણ કડક જોગવાઈઓ કરવામાં આવી છે:
- મજૂરોના શોષણ બદલ મહત્તમ જેલની સજા 7 વર્ષથી વધારીને 10 વર્ષ કરવાની દરખાસ્ત છે.
- MBIE ને ખોટી કે અધૂરી માહિતી આપવા બદલ અથવા પગાર અને સમયના રેકોર્ડ ન આપવા બદલ નવા ગુનાઓ દાખલ કરાયા છે.