બિહાર, ઓડિશા અને હરિયાણામાં રસાકસી બાદ પરિણામો જાહેર; પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં 26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

કુલ 37માંથી NDAના ફાળે આવી 22 બેઠક તો INDIA ગઠબંધનને 15 બેઠકો મળી, ભાજપને 4 બેઠકોનો સીધો ફાયદો (9 માંથી વધીને 13). કોંગ્રેસને પણ 2 બેઠકોનો લાભ (4 માંથી 6).

મુખ્ય હાઈલાઈટ્સ:

Rajya Sabha Election 2026 : દેશના 10 રાજ્યોમાં રાજ્યસભાની 37 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને સાથી પક્ષો (NDA) એ શાનદાર પ્રદર્શન કર્યું છે. બિહારમાં તમામ પાંચ બેઠકો પર એનડીએનો વિજય થયો છે, જ્યારે ઓડિશા અને હરિયાણામાં ક્રોસ વોટિંગ અને વિવાદો વચ્ચે પરિણામો જાહેર થયા હતા.

  • કુલ બેઠકો: 37
  • બિનહરીફ: 26 બેઠકો (NDA: 13, વિપક્ષ/INDIA: 13)
  • મતદાન દ્વારા: 11 બેઠકો (બિહાર, ઓડિશા અને હરિયાણા)
  • અંતિમ સ્કોર: NDA – 22 બેઠકો | વિપક્ષ – 15 બેઠકો
ગઠબંધનકુલ બેઠકોપક્ષવાર વિગતો
NDA22ભાજપ (13), જેડીયુ (2), શિંદે શિવસેના (1), અજિત પવાર NCP (1), PMK (1), AIADMK (1), UPPL (1), RLM (1), ભાજપ સમર્થિત અપક્ષ (1)
INDIA / વિપક્ષ15કોંગ્રેસ (6), TMC (4), DMK (3), શરદ પવાર NCP (1), BJD (1)

બિહારમાં વિપક્ષનો આંતરિક વિખવાદ અને NDAની જીત
બિહારની પાંચેય બેઠકો એનડીએના ફાળે ગઈ છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર, નીતિન નવીન, ઉપેન્દ્ર કુશવાહા અને રામનાથ ઠાકુર પ્રથમ પસંદગીના મતોથી વિજેતા બન્યા હતા. પાંચમી બેઠક માટે શિવશેષ કુમાર (NDA) અને મહાગઠબંધનના અમરેન્દ્ર ધારી સિંહ વચ્ચે જોરદાર ટક્કર હતી. કોંગ્રેસ અને આરજેડીના 4 ધારાસભ્યો મતદાનથી દૂર રહેતા વિપક્ષના ઉમેદવારની હાર થઈ હતી અને દ્વિતીય પસંદગીના મતોના આધારે એનડીએના પાંચમા ઉમેદવાર જીતી ગયા હતા.

કોને ફાયદો અને કોને નુકસાન?

  • નફો: ભાજપને ૪ બેઠકોનો સીધો ફાયદો થયો છે (9 માંથી વધીને 13). કોંગ્રેસને પણ ૨ બેઠકોનો ફાયદો થયો છે (૪ માંથી ૬).
  • નુકસાન: સૌથી મોટું નુકસાન આરજેડી (RJD) અને બીઆરએસ (BRS) ને થયું છે, જેમણે પોતાની તમામ બેઠકો ગુમાવી છે. ડીએમકે (DMK) ને પણ ૧ બેઠકનું નુકસાન થયું છે.

ઓડિશામાં ક્રોસ વોટિંગ અને હરિયાણામાં મધ્યરાત્રિ સુધી ડ્રામા ઓડિશામાં બીજેડી અને કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપના પક્ષમાં ક્રોસ વોટિંગ કરતા ભાજપે બે બેઠકો જીતી લીધી છે. ભાજપના મનમોહન સામલ અને સુજીત કુમાર ઉપરાંત ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર દિલીપ રાય પણ વિજેતા બન્યા હતા. બીજી તરફ, હરિયાણામાં મતોની ગુપ્તતાને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ સર્જાયો હતો. ચૂંટણી પંચના હસ્તક્ષેપ બાદ મોડી રાત્રે પરિણામો જાહેર થયા, જેમાં ભાજપના સંજય ભાટિયા અને કોંગ્રેસના કરમવીર સિંહ બૌધનો વિજય થયો હતો.

બિનહરીફ બેઠકોની સ્થિતિ ચૂંટણી પહેલા જ આસામ (3), પશ્ચિમ બંગાળ (5), છત્તીસગઢ (2), તમિલનાડુ (6), મહારાષ્ટ્ર (7), હિમાચલ (1) અને તેલંગાણા (2) માં કુલ 26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. મહારાષ્ટ્રમાં શરદ પવાર અને પાર્થ પવાર સહિતના દિગ્ગજો બિનહરીફ રહ્યા હતા, જ્યારે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના 4 અને ભાજપના 1 ઉમેદવારનો વિજય થયો હતો.