દૂધની એલર્જી ધરાવતા લોકો માટે જોખમી હોવાને પગલે ‘ફેમિલી સિલેક્ટ’ બ્રાન્ડના ફ્રોઝન શરબત પરત ખેંચાયા, મેંગો, સ્ટ્રોબેરી અને લીચી ફ્લેવરના ફ્રોઝન શોરબેટ (75g) રિકોલ કરાયા
ફેમિલી સિલેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (Family Select Pty Ltd) દ્વારા તેમના ત્રણ લોકપ્રિય ફ્લેવર્સ – ફ્રોઝન શૉરબેટ મેંગો (75g), સ્ટ્રોબેરી (75g) અને લીચી (75g) ને બજારમાંથી પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉત્પાદનો વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં આવેલા ‘Spudshed’ સ્ટોર્સ અને ઓનલાઈન માધ્યમથી વેચાણ માટે ઉપલબ્ધ હતા. આ રિકોલમાં 22/06/2027 સુધીની ‘Best Before’ તારીખ ધરાવતા તમામ પેકેટ્સનો સમાવેશ થાય છે.
ગંભીર જોખમ અને કારણ: આ ઉત્પાદનોને પરત ખેંચવાનું મુખ્ય કારણ તેમાં રહેલા વણજાહેર એલર્જન (દૂધ) ની હાજરી છે. પ્રોડક્ટના લેબલ પર દૂધનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જે ખોરાકની સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર જોખમ છે. જે ગ્રાહકોને દૂધની એલર્જી છે અથવા દૂધ પચાવવામાં તકલીફ (Milk Intolerance) છે, તેઓ જો આ શરબતનું સેવન કરે તો તેમના શરીરમાં ગંભીર પ્રતિક્રિયા અથવા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
ગ્રાહકોએ શું કરવું જોઈએ? જે ગ્રાહકોને દૂધની એલર્જી કે અન્ય સમસ્યા હોય, તેમણે આ પ્રોડક્ટનું સેવન બિલકુલ કરવું નહીં. ગ્રાહકોએ આ શરબતના પેકેટ્સ ખરીદેલા હોય તો તેઓ તેને ‘Spudshed’ ના જે-તે સ્ટોર પર પરત આપીને પૂરેપૂરા પૈસા (Full Refund) પાછા મેળવી શકે છે. આ પ્રોડક્ટના સેવન બાદ જો કોઈને સ્વાસ્થ્ય અંગે ચિંતા હોય, તો તુરંત તબીબી સલાહ લેવાની સૂચના આપવામાં આવી છે.
વધારે માહિતી માટે સંપર્ક: વધુ વિગતો કે પ્રશ્નો માટે ગ્રાહકો Spudshed કસ્ટમર સર્વિસનો નીચેના માધ્યમો દ્વારા સંપર્ક કરી શકે છે:
- ફોન: 08 9412 6031
- ઇમેઇલ: [email protected]
- વેબસાઇટ: www.spudshed.com.au
