ત્રણ રાજ્યોમાં એકસાથે કાયદાકીય કાર્યવાહી, રિચર્ડસન, ઓર્લાન્ડો અને એટલાન્ટામાં દરોડા, 13 કર્મચારીઓની પણ અટકાયત કરવામાં આવી

ઉત્તર ટેક્સાસના રિચર્ડસન વિસ્તારમાં આવેલા જાણીતા Malani Jewelers પર 20 SWAT અધિકારીઓની ટીમે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વરિષ્ઠ નાગરિકો સાથે થયેલા $74.5 Million ના ગોલ્ડ બાર કૌભાંડના તાર આ સ્ટોર સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમિયાન અધિકારીઓએ સ્ટોરમાંથી સોનાથી ભરેલી અનેક પેટીઓ (crates) જપ્ત કરી છે અને પૂછપરછ માટે 13 employees ની અટકાયત કરવામાં આવી છે.
ત્રણ રાજ્યોમાં એકસાથે કાયદાકીય કાર્યવાહી
જ્યારે રિચર્ડસનમાં દરોડા પાડવામાં આવ્યા, ત્યારે જ ફેડરલ અને સ્ટેટ એજન્સીઓએ એટલાન્ટા અને ઓર્લાન્ડોમાં પણ અન્ય જ્વેલરી સ્ટોર્સ પર સમાંતર દરોડા પાડ્યા હતા. આ સંયુક્ત ઓપરેશન દરમિયાન ત્રણેય સ્થળોએથી કુલ $50 Million થી વધુની કિંમતનું સોનું રિકવર કરવામાં આવ્યું છે. આ અગાઉ કોલિન કાઉન્ટી શેરિફ ઓફિસે આ જ કેસમાં ઇરવિંગના Tilak Jewelers અને ફ્રિસ્કોના Saima Jewelers પર પણ કાર્યવાહી કરી હતી.


ગોલ્ડ બાર સ્કેમની કામ કરવાની પદ્ધતિ
આ કૌભાંડમાં સ્કેમર્સ વરિષ્ઠ નાગરિકોનો પોલીસ અધિકારી તરીકે સંપર્ક કરી તેમને કાયદાકીય મુસીબતનો ડર બતાવે છે. વૃદ્ધોને તેમની બચત બચાવવા માટે સોનાના બિસ્કિટ (Gold Bars) ખરીદવા અને તેને કુરિયરને સોંપવા માટે સમજાવવામાં આવે છે. આ જ્વેલરી સ્ટોર્સ તે ચોરાયેલું સોનું કુરિયર પાસેથી ખરીદી, તેને ઓગાળીને ઘરેણાંમાં ફેરવી દેતા હતા, જેથી ગુનાના કોઈ પુરાવા કે સગડ બાકી ન રહે.
પીડિતોની આર્થિક પાયમાલી અને કરુણ કિસ્સાઓ
આ કૌભાંડને કારણે અનેક વૃદ્ધોએ તેમની આજીવનની નિવૃત્તિ બચત ગુમાવી દીધી છે. લિટલ એલ્મના એક નિવૃત્ત પીડિતની પુત્રીએ જણાવ્યું કે તેના પિતાએ $2 Million આ સ્કેમમાં ગુમાવ્યા હતા અને ન્યાય મળે તે પહેલા જ ગત November માં તેમનું અવસાન થયું હતું. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, સમગ્ર ટેક્સાસમાં આશરે 200 થી વધુ વરિષ્ઠ નાગરિકો આ ગેંગનો શિકાર બન્યા છે.
ફ્લોરિડાની ગોલ્ડ રિફાઇનરી તપાસના ઘેરામાં
આ તપાસના તાર હવે ફ્લોરિડા સુધી પણ લંબાયા છે, જ્યાં અલ્ટામોન્ટે સ્પ્રિંગ્સમાં આવેલી Orlando Gold Refinery ની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.