વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને કરી મહત્વની જાહેરાત; ‘મજબૂત અને સ્થિર’ સરકારના મુદ્દા પર લડાશે જંગ

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને આજે દેશની આગામી સામાન્ય ચૂંટણીની તારીખની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડમાં શનિવાર, 7 નવેમ્બર 2026 ના રોજ મતદાન યોજાશે. ક્રાઈસ્ટચર્ચમાં નેશનલ પાર્ટીની બેઠક (Caucus Retreat) દરમિયાન લક્સને આ જાહેરાત કરી હતી.
ચૂંટણીની મહત્વની તારીખો (Key Dates): વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલું સત્તાવાર શિડ્યુલ નીચે મુજબ છે:
- 24 સપ્ટેમ્બર: સંસદનું છેલ્લું સત્ર (House rises).
- 1 ઓક્ટોબર: સંસદનું વિસર્જન (Dissolution of Parliament).
- 4 ઓક્ટોબર: રિટ ડે (Writ Day).
- 8 ઓક્ટોબર: ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ (Nominations close).
- 26 ઓક્ટોબર: એડવાન્સ વોટિંગ (Early voting) ની શરૂઆત.
- 7 નવેમ્બર: ચૂંટણીનો દિવસ (Election Day) – સવારે 9:00 થી સાંજે 7:00 સુધી મતદાન.
- 3 ડિસેમ્બર: રિટ પરત કરવાનો (ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાનો) છેલ્લો દિવસ.
સરકારનો દાવો અને વિરોધ પક્ષનો પ્રહાર લક્સને જણાવ્યું હતું કે તેમની સરકાર હેઠળ ફુગાવો (Inflation) 7% થી ઘટીને 3% પર આવી ગયો છે, જેનાથી વ્યાજ દરોમાં ઘટાડો થયો છે. જોકે, લેબર પાર્ટીના નેતા ક્રિસ હિપકિન્સે આક્ષેપ કર્યો હતો કે લોકો હજુ પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે નેશનલ પાર્ટીના કાર્યકાળમાં રેકોર્ડ સંખ્યામાં લોકો દેશ છોડીને ગયા છે જે સરકારની નિષ્ફળતા છે.
બીજી તરફ, ACT પાર્ટીના ડેવિડ સીમોરે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની પાર્ટીએ યુવા ન્યાય (Youth Justice) અને સરકારી ખર્ચમાં ઘટાડો કરીને જનતાનો વિશ્વાસ જીત્યો છે. ‘તે પાટી મૌરી’ એ આ ચૂંટણીને લક્સન માટે ‘નિવૃત્તિની તારીખ’ ગણાવી હતી.