દૂધ અને માસના ભાવમાં પણ મોટો ઉછાળો; વીજળી અને ગેસના વધતા દરોએ સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવ્યું, ડિસેમ્બર મહિનામાં શાકભાજીના ભાવમાં થોડો ઘટાડો

ઓકલેન્ડ: Stats NZ ના તાજેતરના અહેવાલ મુજબ, ડિસેમ્બર 2025 માં પૂરા થતા 12 મહિનામાં ખોરાકના ભાવમાં 4% નો વધારો નોંધાયો છે. જોકે નવેમ્બરમાં આ વધારો 4.4% હતો, પરંતુ પાયાની જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં થયેલો વધારો સામાન્ય પરિવારો માટે ચિંતાનો વિષય છે.
ખાદ્ય પદાર્થોમાં ભાવ વધારાની વિગતો (વાર્ષિક):
- સફેદ બ્રેડ (White Bread): બ્રેડના ભાવમાં સૌથી મોટો 58.3% નો વધારો થયો છે. 600 ગ્રામ બ્રેડનું પેકેટ હવે સરેરાશ $2.20 માં મળે છે.
- દૂધ (Milk): 2 લિટર દૂધના ભાવમાં 15.8% નો વધારો થયો છે, જે હવે સરેરાશ $4.92 પર પહોંચ્યું છે.
- માસ અને માછલી: આ કેટેગરીમાં 7.4% નો વધારો થયો છે. જેમાં પોર્ટરહાઉસ સ્ટેક (Steak) ના ભાવમાં 21.7% નો વધારો જોવા મળ્યો છે.
- ગ્રોસરી આઈટમ્સ: ગ્રોસરી ગ્રુપમાં કુલ 4.6% નો વધારો થયો છે જે ખોરાક મોંઘો થવામાં સૌથી મોટું કારણ છે.
સલાડ પ્રેમીઓ માટે સારા સમાચાર ડિસેમ્બર મહિનામાં શાકભાજીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને લેટીસ, કાકડી અને એવોકાડોના ભાવ ઘટ્યા છે. ઓલિવ ઓઈલ (Olive Oil) ના ભાવમાં પણ માર્ચ 2025 ની સરખામણીએ 23.4% નો ઘટાડો થયો છે. માર્ચમાં જે ઓઈલ $22.79 માં મળતું હતું તે હવે $17.45 માં મળી રહ્યું છે.
વીજળી અને ગેસના ભાવમાં ભડકો ખોરાકની સાથે સાથે ઘર ચલાવવાનો ખર્ચ (Powering a household) પણ વધી રહ્યો છે. ડિસેમ્બર 2025 સુધીના વર્ષમાં:
- વીજળી: વાર્ષિક ધોરણે 12.2% અને માસિક 1.5% નો વધારો.
- ગેસ: વાર્ષિક ધોરણે 17.5% અને માસિક 1.9% નો વધારો.
- લાંબા ગાળાનો ટ્રેન્ડ: ડિસેમ્બર 2021 થી અત્યાર સુધીમાં વીજળીના દરોમાં 27.3% અને ગેસના દરોમાં 56.0% નો મોટો વધારો થયો છે.