ઓસ્ટ્રેલિયાના સૌથી પ્રખ્યાત બીચ પર અરાજકતા: ઘાયલોમાં બાળકો અને વૃદ્ધ મહિલાઓનો સમાવેશ, બે પુરુષો કાળા કપડાં પહેરીને સર્ફ ક્લબ પાછળના ફૂટબ્રિજની ટોચ પરથી શૉટગન જેવું હથિયાર ચલાવતા જોવા મળ્યા

ન્યૂ સાઉથ વેલ્સ (NSW) પોલીસે પુષ્ટિ કરી છે કે રવિવારે સાંજે સિડનીના બોન્ડી બીચ પર થયેલા હુમલામાં એક શૂટર સહિત કુલ દસ લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાથી ઓસ્ટ્રેલિયામાં શોકની લાગણી ફેલાઈ છે. નોંધનીય છે કે આજે આઠ દિવસીય યહૂદી પ્રકાશના તહેવાર, હનુક્કાહ અથવા ચાનુક્કાહનો પહેલો દિવસ છે અને આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે તે અનેક શંકાઓ પેદા કરી રહ્યો છે કે આ હુમલો જ્યુઇશ લોકો પર કરવામાં આવ્યો છે.

ઘટનાસ્થળેથી બીજો એક શૂટર પોલીસની કસ્ટડીમાં છે, જેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. હુમલામાં કુલ અગિયાર અન્ય લોકો ઘાયલ થયા છે, જેમાં બે પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

પોલીસે જણાવ્યું છે કે ઘટનાસ્થળેથી એક શંકાસ્પદ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) મળી આવ્યું છે. આ ઉપકરણ સાથે બોમ્બ સ્ક્વોડ તત્કાળ કાર્યવાહી કરી રહી છે. સુરક્ષાના કારણોસર આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

NSW ના પ્રીમિયર ક્રિસ મિન્સ એ એક નિવેદનમાં કહ્યું કે બોન્ડી બીચ પરથી આવી રહેલા અહેવાલો અને તસવીરો “અત્યંત દુઃખદાયક” છે. તેમણે લોકોને સત્તાવાળાઓની સલાહનું પાલન કરવા વિનંતી કરી અને વધુ માહિતી ઉપલબ્ધ થતાં જ અપડેટ આપવાનું આશ્વાસન આપ્યું.

વડાપ્રધાન એન્થોની આલ્બનીઝ એ આ ઘટનાને “આઘાતજનક અને દુઃખદાયક” ગણાવી હતી. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, “પોલીસ અને ઇમરજન્સી પ્રતિભાવકર્તાઓ જીવન બચાવવા માટે ઘટનાસ્થળે કાર્યરત છે. અસરગ્રસ્ત દરેક વ્યક્તિ સાથે મારા વિચારો જોડાયેલા છે.”

ઇંજર્ડ થયેલા લોકોમાં બે પોલીસ ઓફિસરનો પણ સમાવેશ થાય છે.

હુમલાની વિગતો અને ભોગ બનેલા લોકો

  • હુમલાખોરો: ફૂટેજમાં બે પુરુષો કાળા કપડાં પહેરીને સર્ફ ક્લબ પાછળના ફૂટબ્રિજની ટોચ પરથી શૉટગન જેવું હથિયાર ચલાવતા જોવા મળ્યા હતા.
  • પીડિતો: આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં બાળકો અને એક વૃદ્ધ મહિલા સહિત પરિવારોનો સમાવેશ થાય છે.
  • સાક્ષીની વેદના: 9 ન્યૂઝના રિપોર્ટર ડેમિયન રાયને ભાવુક થતાં જણાવ્યું હતું કે, “મેં બાળકોને જોયા, મેં એક વૃદ્ધ મહિલાને જોઈ. ત્યાં પરિવારો હતા, નાના બાળકો ઘાયલ હતા, તેમના પર લોહી હતું…”

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

ન્યૂ સાઉથ વેલ્સ (NSW) પોલીસે પુષ્ટિ કરી છે કે તેઓએ ઘટનાસ્થળે કાર્યવાહી કરી છે અને અત્યાર સુધીમાં બે લોકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસે સ્થાનિક લોકોને વિસ્તારથી દૂર રહેવાની તાકીદ કરી છે.

રિપોર્ટર ડેમિયન રાયનના અહેવાલ મુજબ, આ ગોળીબારમાં સંભવતઃ ત્રીજો હુમલાખોર પણ સામેલ હતો, જેણે બાદમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

તપાસ ચાલુ હોવાથી પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે.