હર્ષ સંઘવીને દિવાળી બોનસ, રાજ્યકક્ષાના મંત્રીમાંથી સીધા જ નાયબ મુખ્યમંત્રીના લીધા શપથ, કોંગ્રેસમાંથી આવેલા મોઢવાડિયાને કેબિનેટપદ

કેબિનેટમાં એકપણ મહિલા ધારાસભ્યને સ્થાન ન મળ્યું, રીવાબા જાડેજાને પણ મળ્યું રાજ્યકક્ષાનું મંત્રીપદ
Bhupendra Patel Government Oath Ceremony : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથવિધિ શુક્રવારે તારીખ 17 ઓક્ટોબરે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઈ છે. જેમાં રાજ્યને ફરી એક વખત નાયબ મુખ્યમંત્રી મળ્યા છે. હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાજર રહ્યા હતા. કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપના નેતાઓ, સાધુ સંતો અને ગણ માન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
‘દાદા’ની દમદાર સરકાર
ભૂપેન્દ્ર સરકારનું નવું મંત્રીમંડળમાં 9 કેબિનેટ મંત્રી, 3ને રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો), 13 રાજ્યકક્ષા
કેબિનેટ મંત્રી : – હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી), જીતુ વાઘાણી, કનુ દેસાઇ, કુંવરજી બાવળિયા, ઋષિકેશ પટેલ, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, રમણ સોલંકી
રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો) : – ઈશ્વર પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, મનીષા વકીલ
રાજ્યકક્ષા : – ત્રિકમ છાંગા, સ્વરૂપજી ઠાકોર, પ્રવીણ માળી, પીસી બરંડા, દર્શના વાઘેલા, કાંતિ અમૃતિયા, રિવાબા જાડેજા, કૌશિક વેકરીયા, પરસોત્તમ સોલંકી, કમલેશ પટેલ, સંજય મહિડા, રમેશ કટારા, જયરામ ગામિત
9 વર્ષ બાદ ગુજરાતને મળ્યા નાયબ મુખ્યમંત્રી
નોંધનીય છે કે, ગુજરાતમાંથી ચોથી વખત DyCmની ફોર્મ્યુલા સામે આવી છે. 1973, 1994, 2016માં ડે. સીએમ હતા. જે બાદ હવે વર્ષ 2025માં 9 વર્ષ બાદ ગુજરાતને ફરી એક વખત ડેપ્યુટી સીએમ મળ્યા છે.
કેબિનેટ મંત્રીઓમાં ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળીયા, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીનો સમાવેશ થયો છે. રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલાવાળા મંત્રીઓ તરીકે ઇશ્વર પટેલ, પ્રફુલ પાનસેરીયા અને મનિષા વકીલની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓ તરીકે કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, પ્રવીણ માલી, સ્વરૂપ ઠાકોર, જયરામ ગામીત, રિવાબા જાડેજા, પી.સી. બરંડા, સંજય મહિડા, કમલેશ પટેલ, ત્રિકમ છાંગા અને કૌશિક વેકરિયાને સ્થાન મળ્યું છે.