કંપની દ્વારા ગ્લુટેન ફ્રી હોવાનો દાવો કરાયો હતો, પરંતુ લોટમાં ગ્લુટેન મળી આવતા પરત ખેંચવા આદેશ, વિક્ટોરિયા અને તાસ્માનિયામાં વેચાતા લોટને પરત ખેંચવાની જાહેરાત, ગ્લુટેન એલર્જી ધરાવતા લોકોને ન ખાવાની સલાહ

મેલબોર્ન: તાજ ઇન્ડિયન ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લાતાઝ કિચન ફ્લોર (આટા) વિથ મલ્ટીગ્રેન્સ નામના ઉત્પાદનનો તાત્કાલિક રિકોલ જાહેર કરવામાં આવ્યો છે. આ રિકોલનું કારણ પ્રોડક્ટના લેબલ પર “ગ્લુટેન ફ્રી” નો ખોટો દાવો છે, જ્યારે તેમાં ગ્લુટેન હાજર છે. આ ઉત્પાદન વિક્ટોરિયા અને તાસ્માનિયાની ભારતીય ગ્રોસરી દુકાનોમાં વેચાણ માટે ઉપલબ્ધ હતું.
આ ભૂલ ગંભીર ફૂડ સેફ્ટી જોખમ ઊભું કરે છે કારણ કે જે ગ્રાહકોને ગ્લુટેન (જવ) ની એલર્જી અથવા અસહિષ્ણુતા છે, તેઓ જો આ લોટનું સેવન કરે તો તેમને ગંભીર રિએક્શન આવી શકે છે.
ગ્રાહકો માટે સૂચના:
- જે ગ્રાહકોને ગ્લુટેન એલર્જી છે તેમણે આ ઉત્પાદનનું સેવન કરવું નહીં.
- ગ્રાહકો આ ઉત્પાદનને જ્યાંથી ખરીદ્યું હોય ત્યાં પરત કરીને સંપૂર્ણ રિફંડ મેળવી શકે છે.
- જો કોઈ ગ્રાહકને પોતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા હોય, તો તેમણે તબીબી સલાહ લેવી જોઈએ.
ઉત્પાદનની બેસ્ટ બિફોર તારીખ 31/08/2026 છે. વધુ માહિતી માટે, ગ્રાહકો તાજ ઇન્ડિયન ફૂડ્સનો સંપર્ક કરી શકે છે. આ અંગેની વધુ માહિતી ફૂડ સ્ટાન્ડર્ડ્સ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.
https://www.foodstandards.gov.au/food-recalls/recall-alert/taj-indian-foods-pty-ltd-latas-kitchen-flour-atta-multigrains-4kg