યુએસ ઇન્ડિયન કોમ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રુપાલા ઉપસ્થિત રહ્યા, શિકાગોમાં ડૉ. ભરત બારાઈ દ્વારા ખાનગી કાર્યક્રમનું આયોજન





સમીર શુક્લ. નમસ્કાર ગુજરાતા ન્યૂઝ. ન્યૂ જર્સી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે રાજકોટના સંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલા શિકાગો પહોંચ્યા છે. ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રૂપાલાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. શિકાગોમાં ભારતીય મૂળના લોકોની વસ્તી લગભગ 2 લાખ 60 હજાર જેટલી છે.
શિકાગોના જાણીતા ડૉ. ભરત બારાઈ અને તેમના પત્ની પન્ના બારાઈ દ્વારા આ ખાસ જન્મદિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક ખાનગી કાર્યક્રમ છે, જે વડાપ્રધાન મોદીની યાત્રા અને ભારતીય-અમેરિકન ડાયસ્પોરા સાથેના તેમના સંબંધોને દર્શાવે છે.
પીએમ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે, અમેરિકામાં ભારતીય સમુદાય દ્વારા વ્યાપક ઉજવણી કરવામાં આવી છે. સ્થાનિક મંદિરો, જેમ કે શિકાગોના બાલાજી ટેમ્પલ અને વિવેકાનંદ મેમોરિયલમાં પ્રાર્થના સભાઓ અને પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીને ભારત સરકારના ‘સેવા પખવાડા’ (17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર, 2025) સાથે જોડવામાં આવી છે, જેમાં અમેરિકાનો ભારતીય સમુદાય પણ ભાગ લઈ રહ્યો છે.
આ ઉપરાંત, 22 સપ્ટેમ્બર, 2025ના રોજ ન્યૂયોર્કમાં ‘MODI & USA: Progress together’ નામે એક મેગા ઇવેન્ટ યોજાશે, જેમાં 24,000થી વધુ ભારતીય-અમેરિકનો જોડાશે. શિકાગોના લોકો પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપશે, જે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીને વધુ વ્યાપક બનાવશે.