એશિયા કપ 2025 – દુબઇમાં સૂર્યા બ્રિગેડની ટક્કર તો એશિયા કપ વુમન્સ 2025ની ફાઇનલમાં ભારતીય મહિલા હોકી ટીમ એશિયન વર્ચસ્વ માટે ચીન સામે લડશે

રવિવારનો દિવસ રમતપ્રેમીઓ માટે કોઈ ઉત્સવથી ઓછો નહીં હોય. આ દિવસે ભારતની બે અલગ-અલગ ટીમો પોતાના કટ્ટર હરીફો, પાકિસ્તાન અને ચીન સામે ટકરાશે. એક તરફ દુબઈમાં ટીમ ઇન્ડિયા એશિયા કપ ક્રિકેટમાં પાકિસ્તાન સામે ટકરાશે, તો બીજી તરફ હાંગઝોઉમાં મહિલા હોકી એશિયા કપના ફાઈનલમાં ભારતીય ટીમ યજમાન ચીન સામે લડશે. ભલે આ બે અલગ-અલગ રમતો છે, પરંતુ બંને મેચ માત્ર જીત જ નહીં, પરંતુ એશિયામાં સર્વોચ્ચતાની પ્રતિષ્ઠા સાથે પણ જોડાયેલી છે.

પાકિસ્તાન સામે ક્રિકેટનો મહામુકાબલો
દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મેચ ખૂબ જ મહત્વનો છે, કારણ કે પહેલગામ આતંકવાદી હુમલા પછી બંને દેશોની ટીમો પહેલીવાર એકબીજા સામે આવી રહી છે. આ મુકાબલાને લઈને રાજકીય વિરોધ પણ ચરમસીમાએ છે, તેમ છતાં ઉત્સાહ જરા પણ ઓછો નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ રોમાંચક મુકાબલો રવિવાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ પહેલાં T20 ફોર્મેટમાં બંને ટીમો 13 વખત ટકરાઈ છે, જેમાં ભારતે 9 વખત પાકિસ્તાનને હરાવ્યું છે અને પાકિસ્તાન માત્ર 3 વખત જ જીત્યું છે. એશિયા કપમાં પણ ભારતનું પલડું ભારે રહ્યું છે.

India Vs china Asia women's Hockey Cup 2025, INdia Vs Pakistan, Asia Cup 2025, Dubai, BCCI, Indian Government,

મેચ પર રાજકીય વિરોધનો વંટોળ
ભારત-પાકિસ્તાન મેચનો રાજકીય વર્તુળોમાં પણ જોરદાર વિરોધ થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) એ દિલ્હીમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પુતળું બાળીને વિરોધ પ્રદર્શન કર્યું. AAPના કાર્યકર્તાઓએ ‘ખૂન અને મેચ એક સાથે નહીં ચાલે’ ના નારા લગાવ્યા. ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, “જે પાકિસ્તાન સાથે આપણે યુદ્ધ લડી રહ્યા છીએ, તેમની સાથે મેચ રમી રહ્યા છો… આ લોકો દેશભક્તિની મજાક અને વેપાર કરી રહ્યા છે.” પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, જ્યારે કોઈ પંજાબી કલાકારની ફિલ્મ આવે ત્યારે તેને દેશદ્રોહી કહેવાય છે, પરંતુ મોટા સાહેબના પુત્ર BCCI અને ICC નું ધ્યાન રાખી રહ્યા છે, તો બધું યોગ્ય છે.

India Vs china Asia women's Hockey Cup 2025, INdia Vs Pakistan, Asia Cup 2025, Dubai, BCCI, Indian Government,

BCCIની ભારત-પાકિસ્તાન મેચ પર સ્પષ્ટતા
જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ દેવજીત સૈકિયાએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, “BCCI સચિવ તરીકે, અમે અમારી ટીમને શુભકામનાઓ પાઠવીએ છીએ. અમને વિશ્વાસ છે કે ખેલાડીઓ જીત માટે પૂરી તાકાત લગાવશે. ભારત સરકારની નીતિ છે કે બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લેવો ફરજિયાત છે, તેથી આપણે આવા મેચો રમવાની ના પાડી શકીએ નહીં. ભૂતપૂર્વ ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે પણ કહ્યું કે, જો કોઈ દેશ ICC કે ACC ટૂર્નામેન્ટ્સમાંથી બહાર નીકળે તો તેને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડે અથવા મેચ છોડવી પડે, જેનાથી હરીફ ટીમને પોઈન્ટ્સ મળે છે. જોકે, ભારત પાકિસ્તાન સાથે કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમતું નથી.”

India Vs china Asia women's Hockey Cup 2025, INdia Vs Pakistan, Asia Cup 2025, Dubai, BCCI, Indian Government,

ચીન સામે મહિલા હોકી ટીમની લડાઈ
બીજી તરફ, મહિલા હોકી એશિયા કપના ફાઇનલમાં ભારતનો મુકાબલો ચીન સાથે છે. ભારતીય મહિલા હોકી ટીમ જાપાન સામે 1-1 થી ડ્રો રહ્યા બાદ, મેચ જીતીને ફાઇનલમાં પહોંચવાની આશા રાખી રહી હતી. યજમાન ચીને સુપર-4 રાઉન્ડના અંતિમ મુકાબલામાં કોરિયાને 1-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો, જેના કારણે ભારતની ફાઇનલમાં જગ્યા પાકી થઈ. આ ફાઇનલ મેચ જીતનારી ટીમ આવતા વર્ષે બેલ્જિયમ અને નેધરલેન્ડમાં યોજાનાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય પુરુષ હોકી ટીમે પણ તાજેતરમાં એશિયા કપનો ફાઇનલ જીત્યો હતો.