અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે BCCI સેક્રેટરી જય શાહની ઉપસ્થિતિમાં AGMનું આયોજન

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સેન્ટ્રલ ક્રિકેટ બોર્ડ અમદાવાદની વાર્ષિક સાધારણ સભા યોજાઇ. જેમાં બીસીસીઆઇ સેક્રેટરી જય શાહ સહિત બોર્ડના તમામ સભ્યો ઉપસ્થિતિ રહ્યા હતા. જ્યાં અમદાવાદના 19 સંસ્થાકીય અને ત્રણ વ્યક્તિગત સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી. તમામ બિનહરીફ ચૂંટાયેલા સભ્યોની મુદ્દત આગામી ત્રણ વર્ષ માટેની રહેશે.
સેન્ટ્રલ ક્રિકેટ બોર્ડ અમદાવાદના પ્રમુખ રાજેશભાઇ પટેલ દ્વારા બીસીસીઆઇ સેક્રેટરી તથા એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે બિનહરીફ ચૂંટાયેલા સભ્યોને શુભેચ્છા પાઠવી હતી. સામાન્ય સભામાં સંસ્થાની નાણાકીય તથા સ્ટેડિયમની સ્થિતિ અંગે સૌ ઉપસ્થિત સભ્યોની વાકેફ કર્યા હતા. જે અંગે સેક્રેટરી અનિલ પટેલે સંતોષ વ્યક્ત કર્યો હતો.
સેન્ટ્રલ ક્રિકેટ બોર્ડના સભ્યોની વરણી
| ક્રમ | ઉમેદવારનું નામ |
|---|---|
| 1. | જયભાઇ શાહ |
| 2 | રાજેશ પટેલ |
| 3 | ભરત ઝવેરી |
| 4 | અનિલ પટેલ |
| 5 | ધીરજ જોગાણી |
| 6 | ભરત દુધિયા |
| 7 | દેવેન્દ્રસિંહ સોલંકી |
| 8 | નોલેશ પટેલ |
| 9 | ગૌરાંગ ભટ્ટ |
| 10 | રશીદ શેખ |
| 11 | હિતેશ આર. પટેલ |
| 12 | મયૂર પટેલ |
| 13 | અશોક સાહેબા |
| 14 | જયેન્દ્ર સાયગલ |
| 15 | વૈશ્વિક બ્રહ્મભટ્ટ |
| 16 | ધવલ શાહ |
| 17 | નલિન પટેલ |
| 18 | પરાસર પટેલ |
| 19 | યોગેશ શાહ |
| 20 | હિરેન હાથી |
| 21 | વત્સલ પરીખ |
| 22 | જગત વિક્રમભાઇ પટેલ |