બ્રુકલિન મેટ્રો સ્ટેશન પર ફાયરિંગની ઘટના, 16થી વધુ લોકોને ગોળી વાગી

અમેરિકાનું ન્યુયોર્ક શહેર આતંકવાદી હુમલાની ઝપેટમાં આવી ગયું છે. અજાણ્યા આતંકવાદીઓએ ભીડ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા.

આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં ઘણા ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે વધી શકે છે. આ ઘટના ન્યૂયોર્કના બ્રુકલિન સબવે સ્ટેશન પર બની હતી.
વિદેશી મીડિયાના અહેવાલ મુજબ કુલ 10 લોકોને ગોળી વાગી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના બાદ સ્ટેશન પર ધુમાડો છવાઈ ગયો હતો. હાલ તો પોલીસ આરોપીની શોધમાં છે. સમગ્ર ઘટનાની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.