ક્રિકેટર હાર્દિક પંડ્યાની IPL કારકિર્દી દાવ ઉપર લાગ્યા બાદ હવે તેઓનું અંગત જીવન સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, હાર્દિક અને તેમના પત્ની નતાશાનું લગ્નજીવન તૂટી જવાના આરે અને વાત છૂટાછેડા સુધી પહોંચી હોવાની અટકળો વહેતી થઈ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ હાર્દિક અને તેમના પત્ની નતાશા સ્ટેનકોવિક એક બીજાથી અલગ થઈ રહ્યા હોવાની વાતો ક્રિકેટ વર્લ્ડમાં ખૂબજ ચર્ચાનો વિષય બની છે.
સર્બિયાઈ મોડલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે સોશિયલ મીડિયાના ઈસ્ટાગ્રામમાંથી હાર્દિક પડ્યાનુ સરનેમ હટાવી લીધુ છે. નતાશા પહેલા પડ્યા સરનેમ લગાવતી હતી પણ હવે તેને હટાવી દીધુ છે.
આ ઉપરાંત હાર્દિક સાથે અનેક ફોટો પણ ડિલીટ કરી નાખ્યા છે અને અનેક દિવસોથી એકબીજા સાથે ફોટો પણ પોસ્ટ કરી નથી એટલુ જ નહી હાર્દિકે પણ નતાશાને તેના 4 માર્ચના બર્થડે પર શુ વિશ પણ કર્યુ નથી.
આ વાત ઉપરથી લોકો સોશિયલ મીડિયા પર તેમના સંબંધો અંગે અનેક અનુમાન લગાવી રહ્યા છે.
જોકે, આ વાતમાં કેટલું સત્ય છે તે અંગે દંપતી તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ આવ્યો નથી.
મહત્વનું છે કે હાર્દિક પંડ્યા અને નતાશા મુંબઈમાં એક પાર્ટી દરમિયાન પહેલીવાર મળ્યા હતા અને ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ થયો આ પછી બંને અવારનવાર મળતા રહયા.
લોકડાઉન બાદ હાર્દિક પંડ્યા અને નતાશાએ 2020 માં લગ્ન કરી લીધા અને 2023માં નતાશાએ પુત્રને જન્મ આપ્યો હતો.
દરમિયાન હાર્દિક પંડ્યાની IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આ વર્ષે બહાર થઈ ગઈ ત્યારથી હાર્દિક માટે જાણે ખરાબ સમય ચાલુ થયો છે.
ઘણી વખત IPL ફાઈનલ જીતનારી ટીમનો ભાગ રહી ચૂકેલી હાર્દિક પંડ્યાની ટીમ આ વખતે ક્વોલિફાયર પહેલા જ બહાર થઈ જતા તેને મોટો ઝટકો લાગ્યો છે ત્યાંજ હવે હાર્દિક અને તેના પત્ની નતાશા વચ્ચે અંગત લાઈફમાં ઠીક નથી ચાલી રહ્યું અને અને બંને જુદા પડવાના હોવાની અટકળો હાલ સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ ઉપર જોવા મળી રહી છે.