સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસનું ગુરુગ્રામ કનેક્શન સામે આવ્યું છે.

ગોળીબાર કરનાર વિશાલ ગુરુગ્રામનો રહેવાસી છે, તે લૉરેન્સ બિશ્નોઈ માટે કામ કરતો હોવાનું ખુલ્યું છે.

અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં ગુરુગ્રામ, હરિયાણાનું કનેક્શન સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજમાં સલમાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બદમાશોમાંથી એક વિશાલ ઉર્ફે કાલુ ગુરુગ્રામનો રહેવાસી છે. ઘટના બાદ તેના પરિવારના સભ્યો ઘરને તાળું મારીને ભાગી ગયા હતા.

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર એક આરોપીની ઓળખ વિશાલ ઉર્ફે કાલુ તરીકે થઈ છે. વિશાલ ગુરુગ્રામની મહાવીર પુરા કોલોનીનો રહેવાસી છે.
વિશાલ ઉર્ફે કાલુને ત્રણ ભાઈઓ છે, એક ભાઈ કલરનો વ્યવસાય કરે છે. વિશાલ ઉર્ફે કાલુ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ટપોરી છે.

લગભગ એક મહિના પહેલા રોહતકમાં ગુરુગ્રામના સચિન મુંજાલ નામના એક વેપારીની હત્યાના કેસમાં તેનું નામ સામે આવ્યું હતું, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુરુગ્રામ પોલીસનો સંપર્ક કર્યો છે.