લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીએ 400 પારનો ટાર્ગેટ રાખ્યો છે અને ચૂંટણી પહેલાં ભાજપનું સૌથી મોટું ચૂંટણીસૂત્ર ‘અબકી બાર 400 પાર’ છે ત્યારે વિદેશમાં પણ મોદી લહેર જોવા મળી રહી છે.

ઓસ્ટ્રેલિયાના વિવિધ વિસ્તારમાં રહેતા મૂળ ભારતીયો દ્વારા ભાજપને વધુને વધુ મત આપવા અપીલ થઈ રહી છે.

સાથેજ ૬ એપ્રિલ ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ ની ઉજવણી પણ થઈ રહી છે ત્યારે ઑસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે પણ ભાજપનો સ્થાપના દિવસ ઉજવાયો હતો
આ તકે કાર રેલી પણ યોજાઈ હતી.
આ તકે મૂળ ભારતીય પરિવારો જોડાયા હતા.
જેમાં ચિરાગ ચૌધરી,હરીશ મોદી, સહિતઅન્ય કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને વિદેશ માં વસતા તમામ લોકોને અપીલ પણ કરી કે પોતાના સગા વ્હાલા સબંધીઓ ને ભારતીય જનતા પાર્ટી ને મત આપી ને મોદીજી ના હાથ મજબૂત કરી ભારત તમામ સેક્ટર માં એક અલગ જ ઊંચી દિશા માં પહોંચે એવી આશા સાથે મત આપવા માટે અપીલ કરી હતી.