ગુજરાતમાંથી કમાવા માટે દક્ષિણ આફ્રિકામાં ગયેલા એક ભારતીય યુવકની નીગ્રો લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી નાખતા પરિવાર નોંધારો બન્યો છે.
દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામનો યુવક સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે ગયો હતો જ્યાં સાહિલ અબ્દુલ અજીજ મુનશી નોકરીએથી છૂટીને પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે નીગ્રો લૂંટારૃઓએ કારની લૂંટ કરવા તેમને રોકવાનો પ્રયાસ કરતા સાહિલે લૂંટારુઓનો સામનો કરતા લૂંટારૃઓએ કાર ઉપર છ થી સાત રાઉન્ડ ફાયરિંગ કરતા સાહિલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું સારવાર મળે તે પહેલાં જ કરુણ મોત થયું હતું.
બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે પહોંચતા પરિવારમાં શોક ની લાગણી ફેલાઈ હતી.મૃતક સાહિલભાઈ મુનશીના પરિવારમાં પત્ની તેમજ સાત વર્ષની પુત્રી અને ત્રણ વર્ષનો પુત્ર છે જેઓ નોંધારા બન્યા છે.