દુબઈથી પરત ફરેલા હાર્દિક પંડ્યાની 5 કરોડની 2 ઘડિયાળ કસ્ટમ વિભાગે કરી જપ્ત
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરીથી વિવાદમાં આવ્યો છે. ટીમ ઇન્ડિયા જ્યારે દુબઈથી પરત ફરી ત્યારે હાર્દિક પંડ્યા 5 કરોડની બે ઘડિયાળને લઈને વિવાદમાં આવ્યો છે. પંડ્યાની 5 કરોડની 2 ઘડિયાળોને કસ્ટમ વિભાગે જપ્ત કરી લીધી છે.
હાર્દિક પંડ્યાની પાસે આ ઘડીયાળના ઇનવૉઇસ નહતા અને ન તો તેમણે ઘડિયાળોને તેમણે ડિક્લેયર કરી હતી. માત્ર આટલું જ નહીં પરંતુ આ ઘડિયાળનું ડિક્લેરેશન પણ નહોતું કર્યું. નોંધનીય છેકે એનો ભાઇ કુણાલ પંડયા પણ એરપોર્ટ પર મોંઘી ઘડિયાળ લાવતી વખતે ઝડપાઇ ગયો હતો.
ટી-20 ક્રિકેટ વર્લ્ડકપ 2021ની 3 ઇનિંગ્સમાં હાર્દિક માત્ર 69 રન જ બનાવી શક્યો. ખાસ કરીને ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની સાથે મહત્વની મેચમાં પણ તેમણે ખરા સમયે જ વિકેટ ગુમાવી દીધી હતી.