દિલ્હી કેપિટલ્સે સોમવારે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝનમાં તેમની પ્રથમ જીત હાંસલ કરી હતી. તેઓએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સને નવ વિકેટથી હરાવ્યું. દિલ્હીને આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સામેની ઓપનિંગ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, યુપી વોરિયર્સને પાછલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા હરાવ્યું હતું. આ રીતે તેને સિઝનમાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે.

દિલ્હીએ યુપીને સતત ત્રીજી મેચમાં હરાવ્યું છે. તેણે ગયા વર્ષે ટૂર્નામેન્ટની પ્રથમ સિઝનમાં બે મેચ જીતી હતી. યોગાનુયોગ છેલ્લી વખતે પણ દિલ્હીની બીજી મેચ યુપીની ટીમ સામે હતી.

દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
યુપીની ટીમે 20 ઓવરમાં નવ વિકેટે 119 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 14.3 ઓવરમાં એક વિકેટે 123 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમે 33 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. તેના માટે શેફાલી વર્માએ સૌથી વધુ અણનમ 64 રન બનાવ્યા હતા. તેણે 43 બોલની ઈનિંગમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન મેગ લેનિંગે 43 બોલમાં 51 રન બનાવ્યા હતા. તેણે છ ચોગ્ગા ફટકાર્યા હતા.

શેફાલી અને લેનિંગે પ્રથમ વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી હતી. ટીમને એક રનની જરૂર હતી ત્યારે કેપ્ટન લેનિંગ આઉટ થયો હતો. સોફી એક્લેસ્ટોને તેને વૃંદા દિનેશના હાથે કેચ કરાવ્યો અને જેમિમાહ રોડ્રિગ્સ ક્રિઝ પર આવ્યા અને ચોગ્ગો ફટકારીને મેચ પૂર્ણ થઈ

આ પહેલા યુપી તરફથી શ્વેતા સેહરાવતે સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. કેપ્ટન એલિસા હેલીએ 13 રન બનાવ્યા હતા.
કિરામ નવગીરે અને પૂનમ ખેમનરે 10-10 રન બનાવ્યા હતા. સોફી એક્લેસ્ટોને છ રન અને દીપ્તિ શર્માએ પાંચ રન બનાવ્યા હતા. તાહિલા મેકગ્રા માત્ર એક રન બનાવી શકી હતી.
ઓપનર વૃંદા દિનેશ ખાતું ખોલાવી શકી ન હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી રાધા યાદવે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
મેરિજન કેપે ત્રણ વિકેટ લીધી હતી.
એનાબેલ સધરલેન્ડ અને અરુંધતી રેડ્ડીને એક-એક સફળતા મળી

યુપી સામેની જીત સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. તેને બે મેચમાં બે પોઈન્ટ મળ્યા છે.
મોટી જીત સાથે, દિલ્હીનો નેટ રન રેટ વધીને +1.222 થયો. યુપીનું ખાતું હજુ ખુલ્યું નથી.
મુંબઈ ઈન્ડિયન્સ બેમાંથી બે મેચ જીતીને ટોપ પર છે,તેના ચાર અંક છે. મુંબઈનો નેટ રન રેટ +0.488 છે. RCB બે પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાત જાયન્ટ્સની ટીમ ચોથા સ્થાને છે તેનું ખાતું પણ ખુલ્યું નથી.
આજે મંગળવારે ગુજરાત RCB સામે ટકરાશે.