ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બ્રિસ્બેનમાં બીજી ટેસ્ટ મેચ ગાબા ખાતે રમાઈ રહી છે.
દરમિયાન વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી
બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો એ વખતે એક વિચિત્ર ઘટના જોવા મળી કે મેદાન ઉપર રાષ્ટ્રગાન વખતે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર
કેમેરોન ગ્રીન બધાથી દૂર ઉભેલા જોવા મળ્યા એ દ્રશ્ય જોઈ લોકોને નવાઈ લાગી કે આમ કેમ?
પણ પછી જે વાત સામે આવી તેમાં જાણવા મળ્યું કે કેમેરોન ગ્રીન કોરોના સંક્રમિત હોવા છતાં, તેઓ હજુ પણ ગ્રાઉન્ડ પર છે અને તેઓ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી રહયા છે જયારે વિકેટ પડે ત્યારે પણ તેઓ કોઈ ખેલાડીની નજીક જઈને ખુશી મનાવતા નથી પણ દૂરથી તાલી પાડીને અન્ય ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે.
બુધવારે ટેસ્ટ દરમિયાન તેઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા.