છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી વધુ નવ લોકોના મોત થયા
વિક્ટોરિયા માં કોવિડ -19થી વધુ લોકોના નવ મૃત્યુ નોંધાયા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે વિક્ટોરિયામાં આજે 1,750 COVID-19 કેસ નોંધાયા હતા, પરંતુ રાજ્યના કોવિડ કમાન્ડર જેરોઈન વાઈમરે સ્પષ્ટતા કરી હતી કે તેમાંથી બે વિદેશમાં ચેપ લાગ્યો હોય તેવા કિસ્સા છે.
શુક્રવારે પ્રક્રિયા કરાયેલા 72,858 પરીક્ષણ પરિણામોમાંથી નવા ચેપ મળી આવ્યા હતા, જે દિવસે મેલબોર્ન અને મિલ્ડુરા લોકડાઉનમાંથી બહાર આવ્યા હતા.
શ્રી વેઇમરે કહ્યું કે કોવિડ કેસોમાં સૌથી વઘુ યુવાનો સકંજામાં આવી રહ્યાં છે. “તેથી અમારા કેસ નંબરોમાં યુવાન લોકોનું મોટું પ્રમાણ,” “જો હું મેટ્રો મેલબોર્ન પર નજર કરું, તો ગઈકાલે તમામ કેસોમાંથી 29 ટકા કેસ 19 વર્ષથી ઓછી ઉંમરના છે. “આ અમારા બાળકો અને અમારા વિદ્યાર્થીઓ છે જે સ્પષ્ટપણે સમુદાયમાં ખૂબ જ સક્રિય છે.” વેઇમરે કહ્યું કે પ્રાદેશિક વિક્ટોરિયામાં, તમામ કેસોમાં 38 ટકા 19 વર્ષથી ઓછી ઉંમરના લોકો હતા.