ધરપકડ પછી બંને પિતા પુત્રની પહેલી મુલાકાત
બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્રને ગઈ કાલે કોર્ટે જામીન ન આપતા આખરે હવે એક પિતા તરીકે શાહરૂખ ખાનની ધીરજ જાણે ખુટી ગઈ અને આજે સવારે તે પુત્ર આર્યન ખાનને મળવા માટે આર્થર રોડ જેલ પહોંચી ગયો.
જેલમાં આર્યનને કેદી નંબર 956
જેલમાં આર્યનને કેદી નંબર 956 છે. આર્યનની 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડી 21 ઓક્ટોબરના રોજ પૂરી થાય છે. આર્યનના કેસમાં આજે માત્ર ચુકાદાનો ઓપરેટિવ હિસ્સો જ રજૂ કરવામાં આવ્યો હતો. ડીટેલ ઓર્ડર હજી આવવાનો બાકી છે. 14 ઓક્ટોબરના રોજ કેસની સુનાવણી દરમિયાન જજમેન્ટ રિઝર્વ કરતાં સમયે જસ્ટિસ પાટિલે કહ્યું હતું કે તે 20 ઓક્ટોબરે ઘણાં જ વ્યસ્ત છે, પરંતુ તે પ્રયાસ કરશે કે આર્યનની જામીન અરજી પર સુનાવણી કરે. હાઇકોર્ટમાં મોડું થતાં આર્યનના વકીલ અરજી દાખલ કરી શક્યા નહીં.