નાતાલ અને થર્ટી ફર્સ્ટમાં તહેવારો ઉપર ભારતીય બોક્સ ઓફિસ આ મહિને એટલે કે ડિસેમ્બરમાં રિલીઝ થયેલી ફિલ્મો જંગી કમાણી કરી રહી છે. એનિમલ પછી સાલાર અને ડંકી ટિકિટ બારીઓ પર ધૂમ મચાવી રહી છે.
ડંકી અને સોલાર આ બંને ફિલ્મો જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો સિનેમાઘરોમાં ઉમટી રહયા છે. તે જ સમયે, એક્વામેન એન્ડ ધ લોસ્ટ કિંગડમ પણ ગયા અઠવાડિયે ભારતમાં રિલીઝ થઈ છે, જો કે, દર્શકોએ આ ફિલ્મને અપેક્ષા મુજબ પ્રતિસાદ આપ્યો નથી.
પ્રભાસની સાલાર ગયા શુક્રવારે એટલે કે 22 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. સાઉથથી નોર્થ સુધી ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ છે.
આ એક્શનથી ભરપૂર ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન પણ છે. ફિલ્મે ધમાકેદાર શરૂઆત કરી અને પહેલા દિવસે 90.7 કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં સફળ રહી.
તાજેતરના આંકડાઓ અનુસાર, ફિલ્મે રવિવારે લગભગ 61 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
આ સાથે ફિલ્મનો કુલ બિઝનેસ હવે 208.05 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.
શાહરૂખ ખાનની ડંકી પણ લોકોને પસંદ આવી છે.
આ ફિલ્મ શરૂઆતના દિવસે 29.2 કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં સફળ રહી હતી. તે જ સમયે, ફિલ્મની કમાણીમાં બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે ફિલ્મે 20.12 કરોડનો બિઝનેસ કર્યો હતો. જો કે ત્રીજા દિવસે ફિલ્મે ફરી એકવાર જોર પકડ્યું અને 25.61 કરોડ રૂપિયાનો શાનદાર બિઝનેસ કર્યો.
રવિવારે ફિલ્મે ફરી એકવાર છલાંગ લગાવી અને 31.5 કરોડનું કલેક્શન કર્યું. આ સાથે ફિલ્મનો કુલ બિઝનેસ 106.43 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.
જ્યારે, Aquaman 2 વિદેશમાં જંગી કમાણી કરી રહી છે. જો કે ભારતમાં ફિલ્મની શરૂઆત ધીમી રહી છે. રિલીઝ થયા બાદથી આ ફિલ્મ સારો બિઝનેસ કરવા માટે સતત સંઘર્ષ કરી રહી છે. શુક્રવારે 1 કરોડ 51 લાખ રૂપિયાનું કલેક્શન કર્યા બાદ ફિલ્મે શનિવારે 2 કરોડ 26 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. તે જ સમયે, ચોથા દિવસે એટલે કે રવિવારે, ફિલ્મે 2 કરોડ 57 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 9 કરોડ 34 લાખ રૂપિયા થઈ ગયું છે.