નાતાલ અને થર્ટી ફર્સ્ટના તહેવાર ઉપર સરકારે રેસ્ટોરન્ટ અને હોટલ ઉદ્યોગને મોટી રાહત આપી છે અને
19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 39.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આ કપાત બાદ નેશનલ કેપિટલ રિજનમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1757 રૂપિયા થઈ જશે.
આપને જણાવી દઈએ કે હજુ ગઈ તા. 1 ડિસેમ્બરે જ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 21 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જે બાદ હવે ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવતા સરકારના આ પગલાથી હવે રેસ્ટોરન્ટ અને હોટલ ઉદ્યોગને મોટી રાહત મળશે.