ચીનમાં જોરદાર 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવતાઅત્યાર સુધીમાં 111થી વધુ લોકોના મોત થયાના અહેવાલો છે જ્યારે 320 લોકો ઘાયલ થયા છે.

ચીનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ગાસુમાં આ ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર છે. ભૂકંપના કારણે થયેલા નુકસાનને કારણે બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, સોમવારે રાત્રે 11:59 કલાકે ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં ભૂકંપ આવ્યો છે અને ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે ઈમારતો પત્તાની મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.
અહીંના કાઉન્ટી, ડિયાઓજી અને કિંઘાઈ પ્રાંતમાં ભૂકંપના કારણે ઘણા લોકોના મોત થયા છે.
અનેક લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહયા છે, આ આંકડો હજુ વધી શકે છે.

CENCએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 35.7 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 102.79 ડિગ્રી પૂર્વ રેખાંશમાં 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. હાલમાંબચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.